* રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૫મી એપ્રિલે નવેસરથી મરામત થયેલા બેલુર મઠમાં આવેલા લૅગૅટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં શ્રી શ્રીમા શારદાદેવી ૧૯૧૨-૧૪-૧૬ના વર્ષની દુર્ગાપૂજા મહોત્સવ વખતે રહ્યાં હતાં
*સ્વામી વિવેકાનંદના પૈતૃક મકાનનો બધા ભાગનો કબજો રામકૃષ્ણ મિશને લઈ લીધો છે. એ મકાનના સમારકામ અને જાળવણીના કામનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પાવન સ્થળે ‘વિવેકાનંદ મેમોરિયલ એન્ડ કલ્ચરલ સેન્ટર’નો પણ પ્રારંભ થઈ ગયો છે.
*ઈન્દોરમાં રામકૃષ્ણ મિશનનું નવું શાખા કેન્દ્ર શરૂ થઈ ચૂક્યું છે.
* પટણા શહેરમાં રામકૃષ્ણ મિશનના પટણા કેન્દ્ર અને શહેરીજનોની સમિતિ દ્વારા સ્થપાયેલી સ્વામી વિવેકાનંદની ૧૪.૫’ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ૨૩ મે ’૯૯ના રોજ કર્યું હતું. આ પ્રસંગે કાર્યકારી રાજ્યપાલશ્રી બી. એમ.લાલ, મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રી અને અન્ય ગણ્યમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૭ અને ૨૮ મેના રોજ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ભક્તજનો અને યુવાનોની શિબિરોમાં સંબોધન કર્યું હતું.
* કામારપુકુર આશ્રમના બાલ-ક્રીડાંગણ ‘ગદાધર શિશુ ઉદ્યાન’ને ૨૧મી મેના રોજ વિધિવત્ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
રાહતસેવા અને શૈક્ષણિક સેવાકાર્યો
ગુજરાત : રાજકોટ આશ્રમ દ્વારા કચ્છના પશ્ચિમના વિસ્તારોમાં વાવાઝોડાગ્રસ્ત લોકો માટે રાહત-સેવા-પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી છે.
* શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ પોરબંદર દ્વારા સંભાવિત વાવાઝોડા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા સ્થળાંતર કરેલ ૨૭૫ કુટુંબોને તા.૧૯-૫-૯૯ અને તા. ૨૦-૫-૯૯ એ બન્ને દિવસો દરમ્યાન ૪૦૦ ફૂડ પેકેટ્સ, બન્ને સમયનું ભોજન તથા તા. ૨૧-૫-૯૯ના રોજ સવારના ૧૫૦ બાળકોને બિસ્કિટ તથા નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમુદ્રી તોફાનમાંથી બચેલા માછીમારોને ફૂડ પેકેટ્સ આપવામાં આવ્યાં હતાં.
* રામકૃષ્ણ મિશનના પોરબંદર કેન્દ્ર દ્વારા પોરબંદર જિલ્લાના વડાળા ગામના મિયાણી ગામમાં વાવાઝોડાગ્રસ્ત પરિવારોના પુનર્વસવાટ માટે ૨૦ મકાનો, સામુદાયિક ભવનનું પ્રાર્થના મંદિર બાળ ઉદ્યાન વગેરે સહિતની વસાહતનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
* ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશમાં ધરતીકંપથી પીડિત રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાનાં ગ્રામ્યજનોમાં ૧૦૧૦ કિ. ગ્રામ ચોખા, ૯૯૦ કિ.ગ્રામ લોટ, ૨૫૦ તાલપત્રી, ૨૩૫ ધાબળા અને મીણબત્તીઓનું વિતરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
* રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના ચાર તાલુકામાં વિશાળ પાયા પર પુનર્વસવાટ સેવાકાર્ય શરૂ થઈ ગયું છે.
* અદ્વૈત આશ્રમ માયાવતી દ્વારા ૩૦ એપ્રિલથી ૮મે સુધી નિ:શુલ્ક ચક્ષુ-ચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. જેમાં મોતિયાનાં ઑપરેશન પણ કરવામાં આવ્યાં હતાં.
* હૈદરાબાદ મઠ દ્વારા ૮થી ૧૫ વર્ષની ઉંમરના કિશોરો માટે એક માસનો અભ્યાસ-સહાય વર્ગ રાખવામાં આવ્યો હતો. આ વર્ગમાં યોગાસન, ધ્યાન, ભજન-શિક્ષણ, નૈતિક પાઠો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૦૦ જેટલા કિશોરોએ આ વર્ગનો લાભ લીધો હતો.
* રામકૃષ્ણ મિશનના વિવેકનગર (ત્રિપુરા)કેન્દ્રના વિદ્યાર્થીઓએ ૧૯૯૮-૯૯ના વર્ષમાં રાજ્યકક્ષાની NTS પરીક્ષામાં અનુક્રમે ૧લું, ૨જું અને ૫મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
***
Your Content Goes Here




