રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા 10 ડિસેમ્બર, શુક્રવારના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 93 દર્દીઓની વિનામૂલ્યે ચક્ષુ ચિકિત્સા કરવામાં આવી હતી અને ઓછી આવક ધરાવતા 35 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન ડો. કે. એ. ગરેજાની આંખની હોસ્પિટલ ‘ઓજસ્’માં નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા.

20 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધીમાં રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા અરવલ્લીની વાત્રક હોસ્પિટલ; પંચમહાલ જિલ્લાના મઘાનીસર અને ઝાલોદ; પાટણ જિલ્લાના ડાભડી, વડલી, દુધારામજુરા; તથા અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોના ગરીબ તથા જરૂરતમંદ લોકોમાં બેલુર મઠથી પ્રાપ્ત થયેલ 560 ધાબળાનું વિતરણ થયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા 1 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી થયેલ રાહતકાર્ય

ધાબળા વિતરણ:-
અમરેલી જિલ્લાના રાજુલા અને ધારી, જામનગર જિલ્લાના અલિયાબાડા, અમદાવાદ અને રાજકોટમાં જરૂરતમંદ વ્યક્તિઓમાં 500 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાહતકાર્ય:-
રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર મઠથી પ્રાપ્ત અને ITC દ્વારા સ્પોન્સર્ડ 392 શર્ટ-પીસનું અમરેલી જિલ્લાના ધારી ગામમાં અને જૂનાગઢમાં વિતરણ કરાયું હતું.

કોરોના રાહતકાર્ય:-
આ મહામારી રાહતકાર્યના ભાગરૂપે 12,000 N-95 માસ્ક અને સેનેટાઈઝરની બોટલનું વિતરણ રાજકોટ શહેરની 27 શાળાઓના 12,000 વિદ્યાર્થીઓમાં કરવામાં આવ્યું હતું.
Your Content Goes Here





