શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
૫ ડિસેમ્બરે શ્રી વિદ્યાસાગર પ્રાથમિક શાળા, રૈયાધારમાં સવારે ૯ થી ૧૨ સુધી નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૯૩ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને તેમાંથી ૩૪ દર્દીઓનાં વિવેકાનંદ આઈ-કેર-સેન્ટરમાં મોતિયાનાં ઓપરેશન થયાં હતાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરમાં ૧૮ ડિસેમ્બર, ૨૦૧૦, સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી નિ:શુલ્ક સેરેબ્રલપાલ્સી કેમ્પમાં વિવિધ શારીરિક અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળક જેમ કે સેરેબ્રલપાલ્સી, ઓટીઝમ, લર્નિંગ ડિસેબીલીટી (નબળી સમજણ શક્તિ), વગેરેનું શ્રીરામકૃષ્ણ આશ્રમ – મેડિકલ સેન્ટરનાં ડોક્ટરો તેમજ મુંબઈના નામાંકિત ડોક્ટરો, ડો. ધ્રુવ મહેતા (એન.પી.ટી.), તથા ડો. તરલ નાગડા (પેડ્રી. ઓર્થો.સર્જન) દ્વારા વિના મૂલ્યે ચકાસણી કરીને કસરતને સંબંધિત યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આમાં ૬૯ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા.
તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી શ્રી કૈલાસ વિદ્યાલય, ન્યુ કેદારનાથ સોસાયટી, કોઠારિયા રોડ, રાજકોટમાં નિ:શુલ્ક ફિઝિયોથેરપિ કેમ્પ તેમજ નિ:શુલ્ક સેરેબ્રલપાલ્સી કેમ્પ યોજાયા હતા.
તેમાં શારીરિક અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકની ચકાસણી, નિદાન અને માર્ગદર્શન ઉપરાંત મોટેરાઓને થતી ગોઠણ, કમર તથા ખભાને લગતી હાડકાંની તકલીફો, સંધીવા, સ્લીપ ડિસ્ક તથા અન્ય દુ:ખાવાનું નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે નિદાન કરીને આશ્રમના ફિઝિયોથેરપિ વિભાગમાં અત્યાધુનિક સામગ્રી સાથે ૭ દિવસ સુધી નિ:શુલ્ક સારવાર પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડો. કેતન ઠક્કર (એમ.એસ. ઓર્થો.), ડો. ધ્રુવ મહેતા (એમ.પી.ટી.), ડો. સિદ્ધાર્થ પટેલ (એમ.ડી.પિડીયા) જેવા નામાંકિત ડોક્ટરો તેમજ આશ્રમના મેડિકલ સેન્ટરના ડોક્ટરોએ સેવા આપી હતી. ફિઝિયોથેરપિ કેમ્પમાં ૧૪૧ દર્દીઓને તથા સેરેબ્રલપાલ્સી કેમ્પમાં ૨૨ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. બધા દર્દીઓને ૭ દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી.
Your Content Goes Here




