પ્રાથમિક રાહત-સેવાકાર્ય

પશ્ચિમ બંગાળ

૧. માલદા જિલ્લાના ઇંગ્લિશ બજાર, કાલીચાક / ૨-૩ તાલુકાના પૂરપીડિતોના અનાજ અને રાંધેલા ભોજન વિતરણ સેવાકાર્ય પછી ૧૯ સપ્ટેમ્બર થી ૨૯ ઓક્ટોબર સુધીમાં ૭૫૪૦ દરદીઓની આરોગ્ય સેવા માલદા આશ્રમ દ્વારા થઈ છે. ગરીબ-જરૂરતમંદોને કપડાં ધાબળાં વગેરેનું વિતરણ કરવા નવું સર્વેક્ષણ ચાલુ છે.

૨. સારગાછી આશ્રમ દ્વારા હાથ ધરાયેલ મૅડિકલ રાહત સેવાકાર્યમાં મુર્શિદાબાદ જિલ્લાના ૧૨૪૮ પૂરપીડિત દરદીઓની આરોગ્ય સેવા થઈ છે. આ ઉપરાંત ઘણા મોટા પ્રમાણમાં ધોતિયાં ધાબળા, બાળકોનાં કપડાં પીડિતજનોમાં વિતરણ માટે મોકલાયાં છે.

૩. નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા વિશાળ પાયે રાહતકાર્ય હાથ ધરાયું છે. મુર્શિદાબાદ જિલ્લાના ૮ તાલુકાને આવરી લઈને ૯૦૦૦ દરદીઓને ચિકિત્સાસેવા પહોંચાડી છે. લાગોલા, રાનીનગર / ૨, જલાંગી અને બેલડેંગા તાલુકાના ૨૦૪૬ બાળકોને ઘણા દિવસો સુધી દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૩૧ ગામડાંમાં સર્વેક્ષણ હાથ ધરાયું છે જ્યાં દાળ-ચોખા, તેલ, ધોતિયાં, સાડી, ધાબળા વગેરેનું વિતરણ ચાલુ છે.

૪. જલપાઈગુરી આશ્રમ દ્વારા કુચ બિહાર જિલ્લાના તૂફાનગંજ વિસ્તારનાં ૧૪ ગામડાંનાં ૧૮૦૦ કુટુંબોમાં ૧૮૦૦ સાડી, ૧૨૦૦ ધોતિયાં, ૭૦૦ લૂંગી, ૧૦૦૦ સેટ બાળકોનાં કપડાં અને ૨૦૭૮ તૈયા૨ કપડાનું વિતરણ કાર્ય થયું છે. મઠભાંગા વિસ્તારના ૬૩૮ અસરગ્રસ્ત કુટુંબોમાં ધોતિયાં, સાડી, તૈયાર કપડાં વગેરેના વિતરણ માટે વ્યવસ્થા થઈ ચૂકી છે.

૫. કોન્ટાઈ કેન્દ્ર દ્વારા હાથ ધરેલ સેવાકાર્યમાં મિદનાપુર જિલ્લાના કોન્ટાઈ વિસ્તારના બસંતિયા, મુકુન્દપુર, ચાંદિયા અને બીજાં ત્રણ ગામોનાં અસરગ્રસ્ત ૩૬૦ ગરીબ કુટુંબોમાં ૧૩૬૦ કિ.ગ્રામ ચોખાનું વિતરણ થયું છે અને ધોતિયો-સાડી તૈયાર કપડાંના વિતરણ માટે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.

ઓરિસ્સા

૧. પૂરી મઠ દ્વારા ૪૫૦૦ અસરગ્રસ્તોમાં રાંધેલા અનાજનું વિતરણકાર્ય ઘણા દિવસો સુધી થયું હતું. સાક્ષીગોપાલ વિસ્તારના લોકોમાં કપડાં વિતરણકાર્યની તૈયારી થઈ ચૂકી છે.

૨. પૂરી મિશન આશ્રમે પૂરી સદરના પુરુષોત્તમપુરના પૂરપીડિતોમાં ધોતિયાં, સાડી, તૈયાર કપડાનું વિતરણ કાર્ય કર્યું છે.

બિહાર

૧. કટિહાર આશ્રમ દ્વારા કટિહારની આજુબાજુના ૯ ગામડાંમાં ૫૦૦ પૂરપીડિતોને પૈસા, ગોળ, બ્રેડ, રોટલીનું વિતરણકાર્ય ૧૦ દિવસ સુધી કરાયું હતું. આ ઉપરાંત બુદ્ધનગર, પ્રાણપુર અને બીજા બે ગામડાંનાં ૪૯૭ કુટુંબોમાં ૨૪૮૫ કિ.ગ્રામ ચોખા અને ૧૪૯૧ ધોતિયાં-સાડી-લૂંગીનું વિતરણકાર્ય થયું છે.

૨. જમશેદપુર કેન્દ્ર દ્વારા સિંગભૂમ જિલ્લાના બાલીજોરી, અને માનુષમુરિયા ગામનાં આગના પ્રકોપથી પીડિત ૪૩ કુટુંબોમાં ૩૯૮ કિ. ચોખા, ૩૩૭ કિ. ઘઉં, ૨૧૦ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. અગ્નિથી નાશ પામેલાં ૪૩ કુટુંબોના ઘરનાં બાંધકામ માટે ૧૪,૨૦૦ નળિયાં, ૧૩૩ છાપરાંની વંજી, ૮૫ વાંસ પણ આપવામાં આવ્યાં છે.

બાંગ્લાદેશ

ઢાકા કેન્દ્ર દ્વારા ફરીદપુર, માણિકગંજ, બારીસાલ, ઢાકા વિસ્તારના ૮૦૦૦ પૂરપીડિતોમાં ૨૦.૫ મે.ટન ચોખા દાળ, પૌઆ, બટેટાં, ખાંડ અને બ્રેડનું વિતરણ કાર્ય થયું છે. આ ઉપરાંત ૩૨૦ સાડી-લૂંગી-ધોતિયાં, ૮૫૦૦ પેકેટ્સ ORS કોલેરા પ્રતિરોધક દવા, ૧૧૦૦૦ પાણી સ્વચ્છ રાખવાની ટીકડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

પુનર્વસવાટ રાહતસેવાકાર્ય અને અન્ય સેવાકાર્ય

૧. રામકૃષ્ણ મિશન પલ્લીમંગલ, બેલૂર મઠ દ્વારા કામારપુકુરમાં ૧૭મો નેત્રચિકિત્સા કેમ્પ ૧૬ ઓક્ટો. થી ૨૧ ઓક્ટો. સુધી યોજાયો હતો જેમાં ૧૯૩ દરદીઓનાં ઓપરેશન થયાં હતાં અને ૧૦૦ દરદીઓને નેત્રમણી બેસાડ્યા હતા.

૨. ગુજરાત વાવાઝોડાગ્રસ્ત લોકો માટેનાં પુનર્વસવાટ કાર્ય હેઠળ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા હાથ ધરાયેલ જામનગરના ચાસલાણા ગામમાં ૩૦ ઘર, શિશુ ઉદ્યાન, આરોગ્ય – શિક્ષણ-સંસ્કૃતિ-કેન્દ્ર, મંદિર અને સમાજ મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે.

૩. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ધરતીકંપ પુનર્વસન પ્રકલ્પમાં ત્રણ ગામડાંમાં લોક શિક્ષા પરિષદ, નરેન્દ્રપુર અને એક્સેલ ઇન્ડસ્ટ્રિઝ, મુંબઈના સહકારથી ગ્રામ વિકાસ-કલ્યાણ યોજના હેઠળ સપ્ટેમ્બરમાં (૧) ૫૦% થી ૬૦% સુધી ઉત્પાદન વૃદ્ધિ કરનારી પાક-સુધારણા ટેકનોલોજી પૂરી પાડવામાં આવી હતી. (૨) જળ સિંચાઈ સુવિધા સુધારણા કાર્યક્રમ (૩) ૧૫ નિર્ધૂમ ચૂલા નિર્માણકાર્ય (૪) ૩૫ જાજરૂનું સમારકામ (૫) ૫૦૦ કલમી આંબાનું વાવેતર (૬) ૪૩૦ દરદીની ચિકિત્સાસેવા કાર્ય થયાં છે.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.