સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવણી

રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઘણાં કેન્દ્રો દ્વારા આ સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી ઉજવાઈ રહી છે.

રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્ર દ્વારા શહેરની અને શહેરની આસપાસ ૨૯ શાળાઓમાં એકએક દિવસનાં કાર્યક્રમો યોજાયા હતા. પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓના કાર્યક્રમો યોજાયા હતા. કોયમ્બટુર જિલ્લાની શાળાઓના આચાર્યો માટે એક દિવસનો સેમિનાર પણ યોજાયો હતો.

રામકૃષ્ણ મઠના ‘ઉદ્બોધન’ કેન્દ્ર (કલકત્તા) દ્વારા ૧૨મી સપ્ટેમ્બરે એક જાહેર સભા યોજાઈ હતી. વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. નિમાઈ સાધન બસુ, પ્રો. શંકરીપ્રસાદ બસુ જેવા વિદ્વાનોએ સભામાં ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા ૨૫મી જુલાઈ અને ૧૮મી સપ્ટેમ્બરે આ શતાબ્દી ઉજવાઈ હતી. ઓરિસ્સાના શિક્ષણ મંત્રી શ્રી સી.પી. માઝી સમારોહના મુખ્ય અતિથિ હતા.

શાળા કૉલેજોના વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે નીચે આપેલ શૈક્ષણિક સંસ્થાઓના લાભાર્થે સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ વિશે પ્રવચન અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા-

આર્ટ્સ કૉલેજ, વલસાડ – (૧૯-૯-૯૨)

મ્યુનિસિપલ હાઈસ્કૂલ, વલસાડ – (૧૯-૯-૯૨)

એચ. કે. પ્રાયમરી ટ્રેનિંગ કૉલેજ, અમદાવાદ – (૬-૧૦-૯૨)

ચૌધરી હાઈસ્કૂલ, ગાંધીનગર – (૭-૧૦-૯૨)

ગવર્નમેન્ટ હાઈસ્કૂલ, ગાંધીનગર – (૭-૧૦-૯૨)

આણંદ હાઈસ્કૂલ, આણંદ – (૮-૧૦-૯૨)

એચ. કે. પટેલ. ઈન્સ્ટિટ્યૂટ, વલ્લભવિદ્યાનગર – (૮ -૧૦-૯૨)

લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, વડોદરા – (૯-૧૦-૯૨)

મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, રાજકોટ – (૧૩-૧૦-૯૨)

રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર

રામકૃષ્ણ મિશનના આલોંગ (અરુણાચલ પ્રદેશ) કેન્દ્રની શાળાના એક શિક્ષકને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક હોવા માટે ગવર્નર્સ ઍવોર્ડ ૧૯૯૨ પ્રદાન કરવામાં આવ્યો છે. આ જ શાળાના બે વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બૉર્ડ ઑફ સૅકન્ડરી ઍજ્યુકેશન, દિલ્હી દ્વારા સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષાની રાજ્યકક્ષાની આદિવાસી વિદ્યાર્થીઓની મેરિટ લિસ્ટમાં ક્રમશ: પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યાં છે.

રામકૃષ્ણ મિશન શારદા વિદ્યાલય, મદ્રાસના સંગીત શિક્ષકને ૧૯૯૨ માટેનો તામિલનાડુ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ પ્રદાન થયો છે.

રામકૃષ્ણ મિશનના નરોત્તમનગર (તિર૫) કેન્દ્રની શાળાના એક વિદ્યાર્થીએ સૅન્ટ્રલ બૉર્ડ ઑફ સૅકન્ડરી ઍજ્યુકેશન, દિલ્હી દ્વારા લેવાયેલ ૧૨માં ધોરણની પરીક્ષામાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી એન. જનાર્દન રેડ્ડીએ હૈદ્રાબાદમાં ૧૬મી ઑક્ટોબરે સ્વામી રંગનાથાનંદજી દ્વારા રચિત ગ્રંથો- ‘Eternal Values for a Changing Society’ અને ‘The Message of the Upanishads’ના તેલુગુમાં અનૂદિત ગ્રંથોનું વિમોચન કર્યું.

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે રામકૃષ્ણ મિશન, ફિજીની વિવેકાનંદ હાઈસ્કૂલના નવનિર્મિત સભાખંડનું ઉદ્ઘાટન સમ્પન્ન થયું. ફિજી સરકારના શિક્ષણ મંત્રી શ્રી તાઉફા વાક્તાલેયે અને વિરોધપક્ષના નેતા શ્રી જયરામ રેડ્ડીએ સમારંભમાં ભાગ લીધો હતો.

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.