ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને પ્રવચનનું આયોજન થયું હતું. બપોરે ભોગ આરતી પછી ૧૮૦૦ થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સત્યયુગ શ્રીરામજી મંદિર દ્વારા નિર્મિત સુખ્યાત ભજનિક શ્રી જયંતીભાઈ પટેલના કંઠે ગવાયેલ ભજનોની વિડિયો ડીવીડી ‘પરબ્રહ્મની આરાધના’નું વિમોચન સ્વામી ધ્રુવેશાનંદના વરદ હસ્તે થયું હતું. અને ભક્તોમાં વિનામૂલ્યે વિતરણ થયું હતું.
Your Content Goes Here




