રાહત સેવા કાર્ય
પશ્ચિમ બંગાળ :
રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને વાવાઝોડાગ્રસ્ત લોકો માટે પ્રાથમિક રાહત સેવકાર્ય શરૂ થયું છે. ૧૫ તળાવોમાંથી ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. ક્ષતિગ્રસ્ત મકાનોનું પુન: ચણતરકામ કરવા પ્રારંભિક કાર્ય હાથ ધરાયું છે. ચિકિત્સાસેવાનો કેમ્પ પણ યોજાયો હતો.
* રામકૃષ્ણ મિશન નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના લાલગોલા, જલાંગી અને બીજા ૬ વિભાગોમાં પૂરગ્રસ્ત લોકો માટે મકનોના બાંધકામનું વિશાળ પાયે કામ ચાલી રહ્યું છે. ૬૭૬ મકાનોનાં બાંધકામમાં ૧૬૪ મકાનો બંધાઈ ચૂક્યાં છે અને બીજાં ૧૪૨ પૂર્ણતાને આરે છે. સસ્તી કિંમતનાં ૧૧૦૦ જાજરુ અને ૩૧ ડંકીઓની સુવિધા આ વિસ્તારમાં કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશ :
* આંધ્રપ્રદેશનાં પૂર્વ ગોદાવરી જિલ્લાના પલ્લવરી પાલેમ ગામની પાસે વિવેકાનંદ બ્રિજનું કામ પૂરું થવામાં છે.
ગુજરાત :
* રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ‘તમારું ઘર તમે બાંધો’ એ યોજના હેઠળ પોરબંદર અને જામનગર જિલ્લાના ખેર, કિલેશ્વર અજાપા, પાટ, રાણાવાવ અને ભાણવડ તાલુકાનાં બીજાં ચાર ગામના વાવાઝોડા ગ્રસ્ત ગરીબ કુટુંબોમાં ૧૧,૨૫૦ નળિયાંનું વિતરણ કરવામાં આવ્યું છે.
* રામકૃષ્ણ મિશન, લીંબડી કેન્દ્રમાં ૧૭મી જૂને નેત્ર-ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. એ કેમ્પમાં ૫૯ દરદીઓની ચકાસણી થઈ હતી તેમને નિ:શૂલ્ક દવા અપાઈ હતી અને ૬નાં ઑપરેશન કરવામાં આવ્યાં હતાં.
રામકૃષ્ણ મિશન, લીંબડીના ટાવર બંગલોમાં બાળપુસ્તકાલયનો મંગલપ્રારંભ ૧૦ જુલાઈ, ’૯૯ ના રોજ નામદાર રાજમાતા સાહેબાના વરદ્ હસ્તે થયો. આ પ્રસંગે રાજપરિવાર, સ્વામી જિતાત્માનંદજી, નગરજનો અને ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લીંબડીની ૧૫ શાળાઓના ૨૨૫ ગરીબ વિદ્યાર્થીઓને યુનિર્ફોમ અને નોટબૂક આપવામાં આવ્યાં હતાં. તે જ દિવસે સાંજે ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના વરદ્ હસ્તે બાલક્રિડાંગણનું મંગલ ઉદ્ઘાટન થયું હતું.
મહોત્સવ
અદ્વૈત આશ્રમ, માયાવતીના શતાબ્દિ મહોત્સવના પ્રથમ તબક્કાના અને રામકૃષ્ણ મિશનના શતાબ્દિ મહોત્સવના અંતિમ તબક્કાના કાર્યક્રમ હેઠળ ૧૩મી મે થી ૨૩મી મે સુધી લોહાઘાટ, ચંપાવત અને માયાવતીમાં શોભાયાત્રા, મુખપાઠ-વક્તૃત્વ-ક્વિઝ-નિબંધ સ્પર્ધાઓ, ‘સ્વામીજીના શિક્ષણ વિશેના વિચારો’ વિશે પરિસંવાદ જાહેરસભા, આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. ઘણા ભાવિકજનોએ, વિદ્યાર્થીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો.
* ઈન્દોરમાં સ્થપાયેલા નવા રામકૃષ્ણ મિશન કેન્દ્રના રામકૃષ્ણ મઠ-મિશન સાથેના જોડાણના ઉપલક્ષ્યમાં ૨૭મી જૂન અને ૨૮મી જૂન એમ બે દિવસનો મહોત્સવ યોજાયો હતો. બંને દિવસ જાહેર સભાઓનું આયોેજન થયું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીભાઈ મહાવીર, રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને બીજા વિદ્વાનોએ ભાવિકજનોને સંબોધ્યા હતા.
| સૅન્ટ્રલ બૉર્ડમાં રામકૃષ્ણ મિશન મઠ–મિશનના વિદ્યાર્થીઓની ઉજ્જવળ સિદ્ધિ | |||||
| કેન્દ્ર | પરીક્ષામાં બેઠા | પ્રથમ વર્ગ | બીજો વર્ગ | ત્રીજો વર્ગ | ૭૫%થી વધુ ગુણ મેળવનાર |
| આલોંગ | ૬૬ | ૪૨ | ૨૩ | – | ૦૭ |
| દેવધર | ૪૯ | ૪૯ | – | – | ૪૩ |
| જમશેદપુર (સિદ્ધ ગોરા) | ૩૫ | ૩૧ | ૪ | – | ૧૩ |
| નરોત્તમ નગર | ૨૧ | ૨૦ | ૧ | – | ૧૦ |
| વિવેકનગર (ત્રિપુરા) | ૩૪ | ૨૪ | ૧૦ | – | ૬ |
Your Content Goes Here




