મહાશિવરાત્રી મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં ૧૧ માર્ચ, ૨૦૨૧ ને ગુરુવારના રોજ કોરોના કાળના બધા જ નિયમોના પાલનસહ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. આ પવિત્રપર્વ નિમિત્તે રાતના ૯ થી સવારના ૪ :૩૦ સુધી ષોડશોપચાર પૂજા, હવન, ભજન, વૈદિક મંત્રોચ્ચાર, શિવમહિમા ગાન વગેરેનું આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ

૧૫મી માર્ચ, ૨૦૨૧ ને સોમવારના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે સવારે ૫.૦૦ વાગ્યે મંગલા આરતી બાદ વૈદિક મંત્રોચ્ચાર, સ્તોત્રપાઠ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીમંદિરમાં સવારના ૮.૦૦ વાગ્યાથી વિશેષપૂજા, ભજન, હવન, કીર્તનભજન પછી ભોગ આરતી થઈ હતી. સાંજે ૫.૪૫ વાગ્યે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન અને સંધ્યા આરતી અને ત્યાર બાદ ભક્તિગીતો યોજાયાં હતાં. આ ઉત્સવમાં સાધુ, બ્રહ્મચારી તથા ભક્તો સહિત બધાએ માસ્ક પહેરવાની તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની કાળજી લીધી હતી.

Total Views: 468

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.