શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જેલનાં કેદીઓ માટે કાર્યક્રમ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કેદીનારાયણ સેવાયજ્ઞના ભાગ રૂપે રાજકોટ સેન્ટ્રલ જેલના ૫૫૦ કેદીઓ માટે ૧૮ માર્ચથી ૨૧ માર્ચ, ચાર દિવસ સુધી સાંજે ૪ થી ૬ દરમિયાન વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું.  ભજન, કીર્તન, પ્રવચન, ધ્યાન, વગેરે દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન તથા કેદીઓમાં રહેલી વિવિધ કલાઓને પણ પ્રોત્સાહન અપાયું હતું. 

સ્વામી વિનિર્મુક્તાનંદ, સ્વામી સર્વસ્થાનંદ, સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી મંત્રેશાનંદ, સ્વામી સેવ્યાનંદ, સ્વામી વેદનિષ્ઠાનંદ, બ્ર.સચિન, શ્રી જીતુભાઈ અંતાણી, સિદ્ધાર્થભાઈ ભટ્ટ વગેરેએ આ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી હતી. દરરોજ કાર્યક્રમના અંતે કેદીનારાયણમાં પ્રસાદ વિતરણ થયું હતું. જેલની લાયબે્રરી માટે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદ, ધ્યાન, યોગ વગેરે વિષયોને આવરી લેતાં પુસ્તકોનો સેટ ભેટ રૂપે અપાશે. મુખ્ય જેલર સાહેબ શ્રીવોરા, શ્રી ભોજાભાઈ બોરિચા, શ્રી અનિલભાઈએ કેદીઓ માટે આશ્રમ દ્વારા આવા કાર્યક્રમો અવારનવાર યોજાય તેવી આગ્રહભરી વિનંતી કરી હતી.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા વડોદરા મધ્યસ્થ જેલનાં કેદીઓ માટે કાર્યક્રમ

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા કેદીનારાયણ સેવાયજ્ઞના ભાગ રૂપે વડોદરા મધ્યસ્થ જેલના ૨૩૦૦ કેદીઓ માટે ૧૮મી ફેબ્રુઆરીના રોજ શાંતિ પ્રાપ્તિના ઉપાયો અને જીવન જીવવાની કળા વિશે વિશેષ પ્રવચનનું આયોજન થયું હતું. જેને અદ્‌ભુત પ્રતિસાદ સાંપડ્યો હતો. કાર્યક્રમ પછી બધા જ કેદીઓને પ્રસાદ અને સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક ભેટ રૂપે અપાયું હતું. મધ્યસ્થ જેલની લાયબ્રેરી માટે ‘આધુનિક માનવ શાંતિની શોધમાં’ પુસ્તકની ૨૦૦ પ્રતો અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદ, ધ્યાન, યોગ વગેરે વિષયોને આવરી લેતાં ૧૪૬ પુસ્તકોનો સંપુટ ભેટ રૂપે આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આવા કાર્યક્રમ અવારનવાર યોજવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

રામકૃષ્ણ મિશન, લીંબડી – નેત્રચિકિત્સા કેમ્પ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નિ:શુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી વિસ્તારના ૭૧ અને ગ્રામ્ય વિસ્તારના ૭૯ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. આમાંનાં ૭૮ મહિલાઓ અને ૭૨ ભાઈઓમાંથી ૧૪ મહિલાઓ અને ૯ ભાઈઓના આંખનાં ઓપરેશન સૌરાષ્ટ્ર સેન્ટ્રલ આઈ હોસ્પિટલ, વીરનગરમાં થયાં હતાં. બાકીના દર્દીઓને નિ:શુલ્ક દવાઓ અપાઈ હતી.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.