શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ

૪ માર્ચ, રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હૉલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી શાશ્વતીબહેન ભટ્ટાચાર્યના ભક્તિસંગીતનું આયોજન થયું હતું. 

૧૦ માર્ચ, શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, ઉપલેટામાં યોજાયેલ એક વિશેષ સભામાં રામકૃષ્ણ મિશન, સિંગાપુરના સ્વામી સમચિત્તાનંદજીએ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી માયાતીતાનંદજીએ પ્રવચન આપ્યું હતું. એ જ સભામાં જરૂરતમંદ બહેનને રાજકોટ આશ્રમ તરફથી એક સીલાઈ મશીન આપવામાં આવ્યું હતું. સભાના અંતે મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર, ઉપલેટાના સીવણવર્ગની બહેનોને તથા વિવેકાનંદ બાલક સંઘના વિદ્યાર્થીઓને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી સ્વામી વિવેકાનંદની છબિ સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

૧૧ માર્ચ, રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, ઔષધાલયના નેત્રચિકિત્સા વિભાગમાં એક નિ:શૂલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૨ દર્દીઓએ આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો. ચિકિત્સા પછી જરૂરત પ્રમાણે દર્દીઓને નિ:શૂલ્ક દવા આપવામાં આવી હતી. ૫૮ દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન કરીને નેત્રમણિ મૂકવામાં આવી હતી.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, આદિપુરમાં મા શારદા પ્રેરણા કેન્દ્રના ત્રિમાસિક દ્વિતીય સત્રનો સમારોહ ૨૪ ફેબ્રુઆરીના રોજ થયો હતો. આ સમારોહમાં શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ તથા તોલાણી કોલેજના આચાર્ય ડૉ. સુશીલ ધર્માણીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ૨૧ જાન્યુઆરીના રોજ યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને, મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રના સીવણવર્ગની બહેનોને તથા મા શારદા પ્રેરણા કેન્દ્રના વિદ્યાર્થી ભાઈ-બહેનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

૧૧ માર્ચ, રવિવારે સાંજે સંધ્યા આરતી પછી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિર નીચેના હૉલમાં ‘શ્રીરામકૃષ્ણ આપણને શું શીખવે છે?’ એ વિષય પર શ્રીરામકૃષ્ણ મિશન, સિંગાપુરના સ્વામી સમચિત્તાનંદજી મહારાજનું મનનીય પ્રવચન ભાવિક ભક્તજનોએ માણ્યું હતું.

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.