શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
                                                                                           દુર્ગાપૂજા મહોત્સવ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન થયું હતું. દરરોજ સંધ્યાઆરતી પછી ૨૫ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી ‘ભક્તિ ગીતો (આગમની)’; ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી મહિષાસુર મર્દિની સ્તોત્રપાઠ અને ૨ ઓક્ટોબર, ગુરુવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં વિશેષ દુર્ગાપૂજામાં વેદપાઠ, સ્તોેત્રપાઠ, ચંડીપાઠ, વિશેષ પૂજા, ભજન, હવન, પુષ્પાંજલિ અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આશરે બે હજાર ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજના શ્રીમા નામ સંકીર્તનનું આયોજન થયું હતું. ૪ ઓક્ટોબરને શનિવારે સંધ્યાઆરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

લાન્સ એડવર્ડ આર્મસ્ટ્રાઁગ

લાન્સ એડવર્ડ આર્મસ્ટ્રાઁગ: એક સાયકલવીર જે પોતાની એથ્લેટિક સર્વોપરીતા જાળવી રાખવા કેન્સરની સામે લડ્યો.

૧૩ વર્ષની ઉંમરે, લાન્સ આર્મસ્ટ્રાઁગને ખ્યાલ આવી ગયો કે સાયકલ ચલાવવામાં પોતે કુશળ છે અને એમાં પોતાને રસ પણ છે. પોતાના સ્વપ્નને સાકાર કરવા આર્મસ્ટ્રાઁગ એક-મને એ કાર્યમાં મંડી પડ્યો. સાયકલવીર તરીકેની એનું અજોડ કૌશલ્ય અને સાઈકલવીરની આગવી પ્રતિભાને લીધે જુનિયર નેશનલ સાયક્લિંગ ટીમે એને વધારે મોટી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.

ઉત્કટ ઇચ્છા અને સતત અભ્યાસથી પરિપૂર્ણ બનેલ સાઈકલવીર આર્મસ્ટ્રાઁગે ૧૯૯૧માં યુ.એસ. એમેચ્યાૅર ચૅમ્પિયનશીપ જીતી લીધી અને આૅલિમ્પિક્સ રોડ રેસમાં ૧૪મું સ્થાન પણ પ્રાપ્ત કર્યું. પ્રારંભિક સફળતા મેળવ્યા પછી એ દૃઢપણે માનતો હતો કે સાયક્લિંગ એના માટેની સાચી રમતગમત હતી અને ૧૯૯૨માં એ પ્રોફેશનલ સાયક્લિસ્ટ બન્યો. નોર્વેના ઓસ્લોમાં યોજાયેલ ‘વિશ્વ સાયક્લિંગ ચેમ્પિયનશીપ’માં બીજે જ વર્ષે વિજય મેળવીને એણે પોતાના સાઇકલવીરના કૌશલ્યને સિદ્ધ કર્યું. એણે આવી કેટલીય વ્યક્તિગત સ્પર્ધાઓ પણ જીતી હતી.

આર્મસ્ટ્રાઁગને ત્રીજા તબક્કાનું ટેસ્ટિક્યુલર કેન્સર છે એવું નિદાન થયું. આમાં જીવવાની ૪૦% તક હોય છે. એનો જમણો અંડકોશ અને મગજનો જખમ દૂર કરાયા અને એને સઘન કેમોથેરપી આપવામાં આવી હતી. સાયક્લિંગ

Total Views: 370

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.