શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
વર્લ્ડ બૂક ડે : આશ્રમના વિવેક હોલમાં તારીખ ૨૩ એપ્રિલ,૨૦૧૫ના રોજ ‘વર્લ્ડ બૂક ડે’ નિમિત્તે સેમિનારનું આયોજન થયું હતું. જેમાં પોલિસ કમિશ્નર શ્રી મોહન કે. ઝા સાહેબે અતિથિવિશેષરૂપે ‘રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યનો સમાજ પર પ્રભાવ’ વિષય પર યુવાનોને મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.
સંગીતસંધ્યા : વિશ્વવિખ્યાત પખાવજવાદક પૂનાના ઉસ્તાદ પંડિત સુખદ માણિક મુંડેનો સોલો પખાવજનો કાર્યક્રમ તા. ૨૯ એપ્રિલ, ૨૦૧૫, બુધવારના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે આશ્રમના વિવેક હોલમાં યોજાયો હતો. તેમણે પોતાના બંને શિષ્યો સાથે પખાવજની આગવી વિશેષતા અને ઇતિહાસ શ્રોતાજનો સમક્ષ રજૂ કર્યો હતો.
વાર્ષિક મહોત્સવ : આશ્રમના વિવેક હોલમાં તારીખ ૧ થી ૩ મે, ૨૦૧૫ સુધી વાર્ષિક મહોત્સવ નિમિત્તે દરરોજ સાંજે ૭.૪૫ વાગ્યે વિશેષ પ્રવચનો યોજાયાં હતાં. ૧ મે, શુક્રવારે ‘સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ’ વિશે; ૨ મે, શનિવારે ‘શ્રીમા શારદા દેવીનાં જીવન અને સંદેશ’ વિશે; ૩ મે, રવિવારે ‘ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશ’ વિશે પ્રવચનો યોજાયાં હતાં. ૩ મે, રવિવારે સવારે ૮.૦૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. શિબિરના અંતે પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ પણ આકર્ષક રહ્યો હતો.ઉપરોક્ત કાર્યક્રમોમાં રામકૃષ્ણ મિશન આશ્રમ, ભોપાલના સેક્રેટરી સ્વામી નિત્યજ્ઞાનાનંદજી; રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજી; રામકૃષ્ણ મિશન, વડોદરાના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજી; રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી આત્મદિપાનંદજીનાં પ્રવચનોનો લાભ બહોળી સંખ્યામાં ભક્તજનોને મળ્યો હતો. ચારેય કાર્યક્રમોના પ્રારંભમાં રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન : શ્રીરામકૃષ્ણ વિદ્યાભવનના જૂના વિદ્યાર્થીઓનું સંમેલન ૧૭ મે, ૨૦૧૫ના રોજ વિવેક હોલમાં યોજાયું હતું. આ સંમેલનમાં સ્વામી આદિભવાનંદજી, સ્વામી જયદાનંદજી તેમજ સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે પ્રવચનો આપ્યાં હતાં.
રામકૃષ્ણ મિશન, વડોદરામાં સ્મૃતિગ્રંથનું વિમોચન
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ના રોજ યોજાયેલ જાહેર સભામાં ‘Swami Vivekananda – a Global leader for a Global Civilization’ શીર્ષક સાથે રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા એક સ્મૃતિગ્રંથનું વિમોચન રામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના વરદ્ હસ્તે થયું હતું.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
પોરબંદર આશ્રમનો વાર્ષિક મહોત્સવ ૮ થી ૧૦ મે, ૨૦૧૫ સુધી યોજાયો હતો. રામકૃષ્ણ મઠ અને મિશનના ટ્રસ્ટી તેમજ રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સચિવ શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજ સભાધ્યક્ષ હતા. કાર્યક્રમના અંતિમ દિવસે આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું.
…….
Your Content Goes Here




