શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજનું શુભાગમન
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૮ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધી પધાર્યા હતા. રાજકોટ આશ્રમના પટાંગણમાં નવનિર્મિત ‘વિવેકાનંદ પબ્લિકેશન સેન્ટર’નું તેમના વરદ હસ્તે મંગલ ઉદ્ઘાટન શનિવાર, ૨૯ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ સવારે ૧૦ :૦૦ કલાકે સંપન્ન થયું હતું. આ પ્રસંગે ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૩૦ ઓગસ્ટ અને રવિવારે સવારે શ્રીમંદિરમાં તેઓશ્રીએ ૬૯ જિજ્ઞાસુઓને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. તે જ દિવસે સાંજના ૭ :૪૫ કલાકે યોજાયેલી જાહેરસભામાં નવાં ગુજરાતી પ્રકાશનોનું વિમોચન કર્યું હતું અને આશીર્વચન આપ્યાં હતાં. ગુજરાતી નવાં પ્રકાશનો : ‘ભારતની મહાન નારીઓ’, ‘જુઓ અને રંગ પૂરો-૧’ અને ‘સ્ત્રીશિક્ષણ : સ્વામી વિવેકાનંદના વિચારો’. આ જાહેરસભામાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો અને સભાના અંતે ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણી
તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ અને શનિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી શ્રીમંદિરમાં આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા સંપૂર્ણ ગીતાપાઠ અને શ્રીવિષ્ણુ સહસ્રનામનું પઠન કરવામાં આવ્યું હતું. સંધ્યા આરતી પછી શ્રીકૃષ્ણની વિશેષ પૂજા દરમિયાન શ્રીશ્યામનામ સંકીર્તન, સ્તોત્ર અને વિવિધ ભજનોનો ભકતોએ લાભ લીધો હતો.
Your Content Goes Here




