શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૪ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર, ૨૦૧૫ સુધી શ્રીશ્રીદુર્ગાપૂજા મહોત્સવનું આયોજન થયું હતું.

૧૪ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી દરરોજ સંધ્યાઆરતી પછી ‘ભક્તિ ગીતો (આગમની)’નું વૃંદગાન રજૂ થયું હતું. ૧૯ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર સુધી મહિષાસુરમર્દિની સ્તોત્રપાઠનું સમૂહપઠન ભાવિકોએ માણ્યું હતું.

૨૧ ઓક્ટોબર, બુધવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીશ્રીદુર્ગાપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, હવન, પુષ્પાંજલિ તેમજ વેદપાઠ, સ્તોેત્રપાઠ, ચંડીપાઠ, ભજન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આશરે બે હજાર ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજના શ્રીમા-નામ સંકીર્તનનું આયોજન થયું હતું. ૨૩ ઓક્ટોબરને શુક્રવારે સંધ્યાઆરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીશ્રીકાલીપૂજા મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૦ નવેમ્બર, મંગળવાર, ૨૦૧૫ના રોજ શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન થયું હતું. રાતના ૯ થી સવારના ૪ વાગ્યા સુધી વિશેષ પૂજા, હવન, પુષ્પાંજલિ તથા વેદપાઠ, સ્તોેત્રપાઠ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. હવન પછી સવારે પ્રસાદનું વિતરણ થયું હતું.

૧૧ નવેમ્બર, બુધવારે સાંજના ૪ વાગ્યે શ્રીશ્રીકાલીમાની પ્રતિમાના વિસર્જનનો કાર્યક્રમ હતો. તે જ દિવસે સાંજે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ રહ્યો હતો.

Total Views: 412

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.