નવા કેન્દ્રો
કાયમકુલમ : કેરળના આ નવા શાખા કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન, રામકૃષ્ણ મઠ, બેલુર દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે.
દિલ્હી : આ કેન્દ્રના વસંત વિહાર વિસ્તારમાં એક નવા પેટા કેન્દ્રનું ઉદ્ઘાટન શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૧૧મી એપ્રિલના રોજ થયું.
સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી
ચેન્નઈ વિદ્યાપીઠ : આ કેન્દ્રે ૫ એપ્રિલના રોજ ભગિની નિવેદિતા વિશે પ્રેરણાદાયી વકત્વ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ જ દિવસે પુન : નિર્માણ પામેલ કોલેજનો લેક્ચર હોલ ‘સિસ્ટર નિવેદિતા હોલ’નું ઉદ્ઘાટન થયું હતું.
સ્વામીજીના પૈતૃક નિવાસસ્થાન (કોલકાતા) : તારીખ ૧૫, ૨૦ અને ૨૧ એપ્રિલના રોજ ત્રણ વ્યાખ્યાનો યોજાયા હતા જેમાં લગભગ ૮૫૦ લોકોએ ભાગ લીધો હતો.
ભારતના શાખા કેન્દ્રોના સમાચાર
દિલ્હી : આ કેન્દ્ર દ્વારા ૧૦ એપ્રિલના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજ અને ૨૬ એપ્રિલના રોજ સ્વામી સારદાનંદજી મહારાજ બન્નેની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાંચી મોરાબાદી : આશ્રમ દ્વારા બે કૃષિમેળાઓ અને ખેડુતોની જાગૃતિના કાર્યક્રમોનું તા.૩૦ માર્ચ અને ૫ મી એપ્રિલના અનુક્રમે આયોજન કરેલ. ૨૧ અપ્રિલના રોજ શ્રીમત્ સ્વામી વિગિશાનંદજી મહારાજે આશ્રમ ખાતે જીર્ણાેદ્ધાર કરવામાં આવેલ સ્વામી વિવેકાનંદ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરાબાદી આશ્રમના ગેતલસુદ ફાર્મ પર ઝારખંડ સરકારે ‘કિસાન સીંગલ વિન્ડો સેન્ટર’ની શરૂઆત કરી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૪ એપ્રિલના જમશેદપુર ખાતે યોજાયેલ સમારંભમા તેને ખુલ્લું મુક્યું.
ચંદીગઢ : ૩જી એપ્રિલના રોજ કેન્દ્રના વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં ઉત્તરાખંડના ગર્વનર ડૉ. કૃષ્ણ કાન્ત પોલ ઉપસ્થિત રહ્યા હતા.
નાગપુર : ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રીશ્રી નિતિન ગડકરીએ ૩ અપ્રિલના રોજ નાગપુર મઠની મુલાકાત લીધી હતી.
ઇમ્ફાલ : ૧૪ અપ્રિલના રોજ મણીપુરના મુખ્ય મંંત્રીશ્રી ઓ.ઈબોબી સીંગે ઉરીપોક કેમ્પસ ખાતે ઇમ્ફાલ કેન્દ્રની નવી પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
ત્રિપુરા : ૨૩ એપ્રિલના રોજ ત્રિપુરાનાં રાજ્યપાલશ્રી તથાગત રોયે વૃંદાવન હોસ્પિટલ ખાતે CT Scan ની સગવડતાનું ઉદ્ઘાટન કર્યું.
અલ્મોરા : ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદે જે સ્થળે કેટલાક દિવસ વસવાટ કર્યો હતો તે થોમપ્સન હાઉસ,અલ્મોરા ખાતે સ્વામીજીના ફાયબરગ્લાસ (તંતુકાચ)ની અર્ધ પ્રતિમાનું અનાવરણ ૨૭ એપ્રિલના રોજ થયું હતું. ઉત્તરાખંડ સરકારના સાંસ્કૃતિક વિભાગ, અલ્મોરા પ્રશાસન વિભાગ અને અલ્મોરા કેન્દ્રના સહિયારા પ્રયાસથી સ્વામીજીની અલ્મોરાની ઘણી બધી મુલાકાતોની યાદમાં આ અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળ : University Grants Commission દ્વારા નરેન્દ્રપુરની રેસીડેન્શીયલ કોલેજ, રહરાની વિવેકાનંદ સેન્ટીનરી કોલેજ અને શારદાપીઠના શિક્ષણમંદિરને ‘Collages with Potential for Excellence (CPE)’નો દરજ્જો અપાયો. આ CPE યોજના હેઠળ અમારી આ કોલેજોને તેના ઉચ્ચ શૈક્ષણિક માળખાને વધુ ઉજાગર કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
ચેન્નઈ સ્ટુડન્ટ્સ હોમ અને નારાયણપુર : આ કેન્દ્ર દ્વારા CST પદ્ધતિનો રસોઈ બનાવવામાં અસરકારક રીતે ઉપયોગ કરવા માટે ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા તેમને ‘Concentrated Solar Thermal (CST) and Solar Cooker Excellence Award 2016’થી નવાજવામાં આવ્યું હતું. ૨૯ એપ્રિલના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં રાજ્યકક્ષાના ઊર્જા મંત્રીશ્રી પીયુષ ગોયલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત અભિયાન
ચેન્નઈ સ્ટુડન્ટ્સ હોમ : આ કેન્દ્રના પોલિટેક્નિકના ૨૫૦ વિદ્યાર્થીઓએ ૨૧માર્ચના રોજ શ્રીકપાલીશ્વરર મંદિરનાં વાર્ષિક મહોત્સવ બાદ તેના પ્રાંગણમાં સાફ-સફાઈ કરી હતી. ૧૪ એપ્રિલના રોજ ચેન્નઈ મઠના સહયોગથી ચેન્નઈ સ્ટુડન્ટ્સ હોમે પટ્ટીનપક્કમના વિસ્તારમાં ‘આપણો વિસ્તાર, આપણી જવાબદારી’ નામક એક વર્ષિય યોજનાનો શુભારંભ કર્યો. તે જ દિવસે પોલિટેક્નિકના ૫૦ વિદ્યાર્થીઓએ પટ્ટીનપક્કમમાં સફાઈ અને આરોગ્ય સ્વચ્છતા કરી.
કોઈમ્બતુર મિશન : આ કેન્દ્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન જુદા જુદા ૬ જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ કાર્યક્રમમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
જમશેદપુર : જમશેદપુરના સિદ્ધગોરાની શાળાના બાળકો દ્વારા શાળા અને આજુબાજુના વિસ્તારોમાં ૨૩ એપ્રિલના રોજ સફાઈ કામગીરી કરી હતી.
કામારપુકુર : ૨૪મી એપ્રિલના રોજ આ કેન્દ્ર દ્વારા યોજાયેલ પાંચમાં સફાઈ અભિયાન કાર્યક્રમ હેઠળ કુલ ૮૧ વ્યક્તિઓએ ભાગ લીધો જેમાં સંન્યાસીઓ, કર્મચારીઓ, કાર્યકરો અને સ્થાનિક લોકોએ કામારપુકુર બઝાર, ડાક બંગલા વિસ્તાર અને ગામના અંતરિયાળ વિસ્તારમાં સફાઈ કરી હતી.
મૂલ્યલક્ષી શિક્ષણ અને યુવલક્ષી કાર્યક્રમોે
દિલ્હી : (૧) આ કેન્દ્રે ૩૧ માર્ચ થી ૩૦ એપ્રિલ દરમિયાન શિક્ષકો માટેની બે દિવસીય ૯ કાર્યશિબિર યોજી, જેમાં ૫૧૮ શિક્ષકોએ ભાગ લીધો. (ર) ચેન્નઈમાં શાળાના આચાર્યોની કાર્યશિબિર ૨૪મી એપ્રિલે યોજી, જેમાં મુખ્યત્વે ૩૫ આચાર્યોએ ભાગ લીધો.
હૈદ્રાબાદ : આ કેન્દ્ર દ્વારા ૧૧ થી ૨૧ એપ્રિલ દરમિયાન યોજેલ વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમમાં ૩૮૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કોચી : આ કેન્દ્ર દ્વારા ૫ થી ૧૦ એપ્રિલ દરમિયાન યોજેલ વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમમાં ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સેલમ : આ કેન્દ્ર દ્વારા ૨૪ થી ૨૬ એપ્રિલના રોજ, ત્રણ દિવસીય એક મૂલ્યલક્ષી કેળવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તામીલનાડુ રાજ્યના ત્રણ જીલ્લા માંથી ૨૦૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભારત બહારનાં શાખા કેન્દ્રોના સમાચાર
ઢાંકા : આ કેન્દ્ર દ્વારા બંગાળી ભાષામાં ત્રૈમાસિક સામયિક ‘પ્રબોધન’ શરૂ કરવામાં આવ્યું. ૧૦ એપ્રિલના રોજ જનરલ સેક્રેટરી દ્વારા આ સામયિકના ૫્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યુ.
રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા રાહતકાર્ય
(દુષ્કાળ રાહતકાર્ય)
અપૂરતા વરસાદ અને કાળઝાળ ગરમીને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રાહત માટે અમારા બે કેન્દ્રોએ નિમ્નલિખિત કાર્યો કર્યા છે.
બેલગાંવ : આ કેન્દ્ર દ્વારા ૧૦ થી ૨૭ એપ્રિલ સુધીમાં ૨૮ લાખ લીટર પીવાના પાણીનું વિતરણ કર્યું હતું. તે અંતર્ગત અથાની અને બેલહોંગલ તાલુકાના ૧૬ ગામડાંઓના ૭૭,૨૦૦ લોકોને લાભ મળ્યો હતો.
પૂણે : આ કેન્દ્ર દ્વારા ૮ થી ૨૫ એપ્રિલ સુધીમાં ૧૧ લાખ લીટર પીવાના પાણીનું વિતરણ થયું હતું. તે અંતર્ગત સતારા જીલ્લાના ખટવ તાલુકાના ૩ ગામડાંઓના ૯,૦૦૦ લોકોને લાભ મળ્યો હતો.
(ચક્રવાત અને પુર રાહતકાર્ય)
ફીજી : આ કેન્દ્ર દ્વારા વિન્સ્ટન નામના વાવાઝોડા અને તેનાથી પુર આવવાને કારણે ૩૫૫ કિલો ચોખા, ૧૭૭૫ કિલો લોટ, ૩૫૫ કિલો દાળ, ૧૭૭૫ પેકેટ નુડલ્સ, ૩૫૫ સ્પેગેટીના પેકેટ, ૩૫૫ ટમેટાના પેકેટ, ૩૫૫ રાંધેલા કઠોળના પેકેટ, ૩૫૫ લીટર ખાવાનું તેલ, ૩૫૫ કિલો મીઠું, ૭૧૦ કિલો ખાંડ ઇત્યાદીનું વિતરણ નાદી નામના વિસ્તારમાં ૩૫૫ પરિવારોમાં ૫ થી ૧૧ એપ્રિલ સુધીમાં કરવામા આવ્યું હતું. ત્યાર પછી આ કેન્દ્ર દ્વારા રાકીરાકી, તવુઆ, તવેઉની, નાદી અને બા વિસ્તારોમાં ૯૦૦ પેકેટ વાવણી માટે બીજ, વસ્ત્રોથી ભરેલા ૨૦૦૦ કાર્ટૂન, ૮૦૦ બાલદી, માછલી પકડવાની ગલ માટેની દોરીના ૧૦૦ રોલ, ૧૨૫ સેટ શાળાના ગણવેશ વગેરે ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. ૨૨ માર્ચ થી ૨૫ એપ્રિલ સુધી ૭૧૪ દર્દીઓ માટે ચિકિત્સક સેવા પણ આપી.
(અગ્નિ રાહતકાર્ય)
ગૌહાટી : આ કેન્દ્ર દ્વારા ૧એપ્રિલના રોજ વિષ્ણુપુર વિસ્તારમાં આકસ્મિક લાગેલ આગના પ્રકોપથી પીડિત ૧૩૦ પરિવારોને ૧૩૦ સાડી, ૧૩૦ ધોતી, ૧૩૦ ટીશર્ટ, ૧૩૦ સ્ત્રીઓના વસ્ત્ર, ૧૩૦ ધાબળા, ૧૩૦ ઓછાળ, ૬૫ કિલો ડિટર્જન્ટ પાવડર, ૨૬૦ ટુથપેસ્ટ, ૫૨૦ કેશતેલના પાઉચ, ડીશ-ગ્લાસ-વાટકાનાં ૨૬૦ સેટ અને ૧૩૦ જગનું વિતરણ થયું હતું.
(ભૂકંપ રાહતકાર્ય)
કાઠમંડુ : નેપાળમાં આવેલ ભીષણ ધરતીકંપ પછી શરૂ કરાયેલ રાહતકાર્ય અંતર્ગત ૨૭ માર્ચ થી ૨૪ એપ્રિલ સુધી લલિતપુર, કર્વે અને કાઠમંડુ જિલ્લાના ૪૦૨૦ કુટુંબોને આ કેન્દ્રે ૨૨૯ ધાબળા, ૩૭૩૨ વાસણસેટ (બે ઘડા, એક કડછી અને પાંચ થાળી-વાટકા-ચમચા)નું વિતરણ કાર્ય થયું હતું. તે ઉપરાંત ૧૨ એપ્રિલના રોજ સુધીમાં શંખરપુર મ્યુનિસિપાલટી વિસ્તારમાં ૪૦ કુટુંબોને મકાન બાંધકામ માટે ૯૦૦ વાંસ તેમજ ૪૨૦ છત ઢાંકવા લોખંડના પતરાં અપાયા હતા.
(શીતપ્રકોપ રાહતકાર્ય)
શીતપ્રકોપથી પીડિત ગરીબ અને જરુરીયાતમંદ લોકોને આ કેન્દ્રોએ વિભિન્ન આવશ્યક વસ્તુઓનું વિતરણ કર્યું હતું.
દાર્જિલિંગ : ૮૪૫ શાલ – ૩ એપ્રિલ.
ગોલ પાર્ક (કોલકાતા) : ૩૫૦ ધાબડા – ૨૩ ઓક્ટોબર થી ૧૫ જાન્યુઆરી.
મૈસુરુ : ૯૯૩ જેકેટ અને ૨૧૯૪ સ્વેટ શર્ટ – ૧૬ ફેબ્રુઆરી થી ૨૮ માર્ચ.
નરોત્તમ નગર : ૩૦૬ સ્વેટર, ૧૪૭ સ્વેટ શર્ટ અને ૧૨૫ જેકેટ – ૨૧ માર્ચ થી ૯ એપ્રિલ.
(પુર રાહતકાર્ય)
ચેન્નઈ મઠ : ચેન્નઈના પટ્ટીનપક્કમ વિસ્તારમાં નવેમ્બર ૨૦૧૫માં આવેલ પુરને કારણે બેઘર બનેલા ૨૨ માછીમાર પરિવારોને આ કેન્દ્ર દ્વારા ૧૪ એપ્રિલે નવનિર્મિત ૨૨ આવાસો અપર્ણ કરવામાં આવ્યા.
ચેન્નઈ સ્ટુડન્ટ્સ હોમ : ૬ એપ્રિલના રોજ થિરુવલ્લુર જિલ્લાના થથાઈમંજી ગામના પુરગ્રસ્ત ઇરુલા આદિવાસી પરિવારો માટે ૧૯ નવનિર્મિત મકાનો અને ૧૧ વધારાના શૌચાલય અપર્ણ કરવામાં આવ્યા. આ જ દિવસે ૩૧ ગરીબ પરિવારો માટે ૩૧ પલંગ અને ૩૧ કબાટ-સ્ટવ-વાસણોના સેટ તેમજ ૩૧ ધાબડાનું વિતરણ કર્યું.
(અન્ય રાહતકાર્યો)
ગરીબ અને જરુરીયાતમંદ લોકોને આ કેન્દ્રોએ વિભિન્ન આવશ્યક વસ્તુઓનું વિતરણ કર્યું હતું.
બામુનમુરા : ૪૧૪ શર્ટ અને ૪૧૯ પેન્ટ – ૪ થી ૮ એપ્રિલ.
દેઓઘર : ૫૦૩ શર્ટ અને ૧૦૫૫ પેન્ટ અને ૪૭૯ ટીશર્ટ – ૧૬ થી ૩૧ માર્ચ.
ખેતરી : ૬૦૧ શર્ટ અને ૨૯૭ પેન્ટ – ૮ થી ૨૩ એપ્રિલ.
માલદા : ૪૩૫૦ કિલો ચોખા, ૪૩૫ કિલો દાળ, ૨૯૦ કિલો ખાંડ, ૭૨ લીટર ખાદ્યતેલ અને ૨૯૦ કિલો મીઠું – ૨૪ ફેબ્રુઆરી થી ૨૧ માર્ચ.
મૈસુરુ : ૯૯૭ શર્ટ, ૯૯૨ પેન્ટ, ૧૧૯૭ ટીશર્ટ – ૧૬ ફેબ્રુઆરી થી ૨૮ માર્ચ.
નરોત્તમ નગર : ૪૧૮ શર્ટ, ૪૩૧ પેન્ટ, ૧૮૫ ટીશર્ટ અને ૧૫૧૦ સ્ત્રીઓ માટેના વસ્ત્રો – ૨૧ માર્ચ થી ૯ એપ્રિલ.
ઉટકામંડ : ૫૦૯ શર્ટ, ૫૦૯ પેન્ટ અને ૫૦૯ ટીશર્ટ – ૨૭ નવેમ્બર થી ૧૨ એપ્રિલ.
પુરી મિશન : ૧૯૯૯ શર્ટ, ૧૯૯૬ પેન્ટ અને ૨૦૦૨ ટીશર્ટ – ૧૬ માર્ચ થી ૧૬ એપ્રિલ.
ગુજરાત સમાચાર
વડોદરા : ૨૧ માર્ચના રોજ આ કેન્દ્રે શાળાઓમાં સ્વચ્છતા અંગે વાર્તાલાપનું આયોજન કર્યું. ત્યાર પછી આશરે ૫૦૦ વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. સ્વામી વીરેશ્વારાનંદ સ્મૃતિ સમિતિ અને વડોદરા આશ્રમ બન્નેના સહયોગથી ૨૩-૨૪ એપ્રિલ એમ બે દિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન નર્મદા નજીક (નીકોરા, ભરુચ) ‘મા આનંદી આશ્રમ’માં કરવામાં આવેલ. સાધુ-સંન્યાસીઓ અને આશરે ૨૦૦ ભક્તજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ૨ થી ૨૯ મે દરમિયાન ૭ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકો માટે એક ગ્રિષ્મ શિબિરનું આયોજન કરવામાં આવેલું જેમા ૩૧૫ બાળકોએ ભાગ લીધો હતો.
Your Content Goes Here




