શ્રીરામકૃષ્ણદેવની ૧૬૦મી જન્મતિથિ પ્રસંગે ૩ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિશેષ પૂજા, ભજન, હવન, પ્રવચનો વગેરે કાર્યક્રમો આયોજિત ક૨વામાં આવ્યા હતા. આ પ્રસંગે એક શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં વિવિધ શાળાઓના લગભગ ૨૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો વિવિધ વેશભૂષામાં, રંગીન ફ્લૉટો સાથે જોડાયા હતા. વેશભૂષા સ્પર્ધામાં ભાગ લઈ રહેલાં ૨૭૫ બાળકોએ લોકોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું.
Your Content Goes Here




