શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવ-સંમેલન

સ્વામી વિવેકાનંદ – શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૯ જાન્યુઆરીએ સવા૨ના ૮થી સાંજના ૪ સુધી યોજાયેલ યુવ-સંમેલનમાં ઉપસ્થિત ૬૦૦ યુવા ભાઈ-બહેનોને સંબોધન કરતી વખતે આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું “શિવજ્ઞાનથી જીવસેવા ક૨વાથી શિવની કૃપા મળે છે.” મૅગ્સેસે એવૉર્ડ પ્રાપ્ત કરનાર ડૉ. કિરણ બેદીનું ઉદાહરણ ટાંકી તેમણે જણાવ્યું હતું કે કિરણ બેદીએ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના મનની નિરાશા ખંખેરી નાખી તિહાર જેલના કેદીઓની સેવા પ્રારંભ કરી ત્યારે તેને સ્વપ્નામાં પણ ખ્યાલ નહોતો કે ઈશ્વર તેને આ સેવાના બદલા તરીકે આવો આંતરરાષ્ટ્રીય એવૉર્ડ અપાવશે. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંપાદક સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે કેબલ ટી.વી.નાં દૂષણોથી બચવા માટે એક નવી ચેનલ – આધ્યાત્મિક ચેનલ – શરુ કરવી પડશે. યુવા ભાઈ-બહેનો જો સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું વાંચન ક૨શે, સારી સારી વિડિઓ ફિલ્મ જોઈ આધ્યાત્મિક આનંદ કેળવશે તો જ અન્ય વ્યસનોથી મુક્ત થઈ શકશે. આ માટે જ રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિવિધ ભાષાઓમાં સ્વામી વિવેકાનંદના ૨૦ લાખ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ યુવા વર્ગ વચ્ચે થઈ રહ્યું છે અને ‘યુગનાયક વિવેકાનંદ’ જેવી વિડિઓ ફિલ્મ વિવિધ સ્થળોએ દર્શાવવામાં આવી રહી છે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ૨૦ નવેમ્બરના રોજ કલકત્તામાં રવીન્દ્ર સરોવ૨ સ્ટેડિયમ ખાતે યોજાયેલ યુવ-સંમેલન કે જેમાં કિરણ બેદી અને અન્ય વિદ્વાનોએ પ્રવચન કરેલ અને લગભગ ૩૫૦૦૦ જેટલાં યુવા ભાઈ-બહેનો જોડાયેલ એ વિશેની વિડિઓ ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

અંતમાં દરેક પ્રતિનિધિને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો અને સર્વધર્મ સમન્વયનું કેલેન્ડર ભેટરૂપે આપવામાં આવ્યાં હતાં.

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.