૫. રાજકારણથી અલિપ્ત સામાજિક જિમ્મેદારી : ‘કલ્યાણ રાજ્ય’ના સિદ્ધાંતને અનુસરતા લોકશાહી દેશમાં કોઈપણ પ્રકારની સમાજસેવામાં સરકાર સાથે કામ પાડવાનું આવે જ છે. પરંતુ માનવજાતની આધ્યાત્મિક જાગ્રતિના ધ્યેયવાળી આધ્યાત્મિક સંસ્થા હોઈને, રામકૃષ્ણ મિશન સક્રિય રાજકારણથી અને રાજકીય જોડાણથી પૂરું અલિપ્ત રહે છે.
મુખ્ય સેવા પ્રવૃત્તિઓ
રાહતનું અને પુનર્વસવાટનું કાર્ય : ૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ ત્યારથી જ વાવાઝોડું, પૂર, ભૂકંપ અને આગ જેવી કુદરતી અને હુલ્લડ જેવી માનવ સર્જિત આફતોના ભોગ બનેલાંઓને વર્ષોવર્ષ વિપુલ પ્રમાણમાં રાહત આપવાનું કાર્ય મિશન કરતું આવ્યું છે. ૨૦૦૩-૦૪ની સાલમાં ૭૫૯ ગામડાંઓમાં રહેતાં ૨,૫૫,૦૦૦ લોકોના લાભાર્થે, (બે કરોડ અને સાઠ લાખ રૂપિયા) વાપરવામાં આવ્યા હતાં. તાજેતરનાં વર્ષોમાં આફતોનો ભોગ બનેલા લોકો માટે મિશને હાથ ધરેલા કેટલાક મુખ્ય રાહત પ્રકલ્પોની વિગતોનો ટૂંક સાર નીચે આપવામાં આવ્યો છે.
ચિત્ર કથા : (ઓરિસ્સા સુનામીનું ચિત્ર) (ઓરિસ્સા વાવાઝોડા રાહત) (૨૦૦૧-૨૦૦૩) દરમિયાન ભૂકંપ પીડિતો માટે રામકૃષ્ણ મિશન આવાસો) (આન્ધ્ર પ્રદેશમાંનો લાંબો પૂલ) (પં. બંગાળમાં પૂરે વેરેલો વિનાશ) (પૂરગ્રસ્તોને રાંધેલો ખોરાક) (નાગાપટ્ટિનમ…) (અંદામાન ટાપુઓ)
તબીબી સેવાઓ : ૨૦૦૩-૦૪ના વરસ દરમિયાન ૨૦૩૨ પથારીઓવાળી ૧૫ હોસ્પિટલો, ૧૨૦ દવાખાનાંઓ અને (ગ્રામ તથા આદિવાસી વિસ્તારોમાં મુખ્યત્વે કાર્યરત) ૪૬ ફરતાં ઔષધાલયોનું સંચાલન મઠ-મિશન કરે છે. આ હોસ્પિટલો અને દવાખાનાંઓ મહાનગરોમાં, શહેરોમાં અને દૂરના હિમાલયના ગ્રામપ્રદેશોમાં પણ છે અને મુખ્યત્વે ગરીબ લોકોની સેવા કરે છે. ૨૦૦૩-૦૪માં લગભગ ૮૦ લાખ લોકોને આ તબીબી કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હતી. વધારામાં સારી એવી સંખ્યામાં ખાસ કરીને ગ્રામ પ્રદેશોમાં મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે તેમાં હજારો દર્દીઓને સારવાર આપવામાં આવે છે અને ૩૦૦૦ કરતાં વધારે દરદીઓના મોતિયાની શસ્ત્ર-ક્રિયા કરવામાં આવે છે. મઠ-મિશન, પરિચારિકાઓ – નર્સો – માટે પાંચ તાલીમ કેન્દ્રો ચલાવે છે ને તેમાં આશરે ૪૦૦ તાલીમાર્થીઓને તાલીમ આપવાનો પ્રબંધ છે. પુરુષો માટે બે અને મહિલાઓ માટે એક વૃદ્ધાશ્રમો ચલાવવામાં આવે છે ને તેમાં અનુક્રમે ૬૭ અને ૩૨ અંતેવાસીઓ છે. ૨૦૦૩-૦૪ દરમિયાન તબીબી સેવા પાછળ ૩૨ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
ચિત્ર કથા : (વારાણસીની હોસ્પિટલ સેવા પ્રતિષ્ઠાન કોલકત્તા, વારાણસી પુરુષોનો વિભાગ બેલુડ મઠનું ઔષધાલય, કામારપુકુરમાં મોતિયાની વિનામૂલ્યે શસ્ત્રક્રિયા, કામારપુકુર અને ઇચ્છાપુર (પં.બંગાળ)માં કુષ્ટ રોગ નિવારણ કાર્ય)
શૈક્ષણિક પ્રવૃત્તિ : ૧૨ કોલેજો, જુદી જુદી કક્ષાઓની ૪૨૮ શાળાઓ, બે ભાષાવિદ્યાલયો, ૪ પોલિટેક્નિકો, ૬ જુનિયર ટેક્નિકલ – ઔદ્યોગિક શાળાઓ, શારીરિક ક્ષતિગ્રસ્તો માટે બે કેન્દ્રો, વૈદિક અધ્યાપન માટેની ૧૧ શાળા અને અવિધિસર શિક્ષણનાં ૨૭૦ કેન્દ્રોનું સંચાલન મઠ-મિશન કરે છે. ૨૦૦૩-૦૪ દરમિયાન આ સર્વ પાછળનો કુલ ખર્ચ લગભગ ૯૧ કરોડ રૂપિયાનો હતો.
ચિત્ર કથા : (નરેન્દ્રપુરની કોલેજ શિલ્પ મંદિર, શિલ્પ મંદિરમાં લેય્ પટ કાર્યરત વિદ્યાર્થીઓ, શિલ્પ મંદિરમાંનું કમ્પ્યુટર કેન્દ્ર, અંધ વિદ્યાર્થીઓની શાળા બ્રેય્લ લિપિનાં પુસ્તકો વાંચતા અંધ વિદ્યાર્થીઓ, કૃષિ તાલીમી ભવન નરેન્દ્રપુર બેલુડનું વેદ વિદ્યાલય)
ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાંનું કાર્ય : ગ્રામવાસીઓ અને આદિવાસીઓ માટે મઠ-મિશન ૩ કૃષિ શિક્ષણ સંસ્થાઓ અને ૪ ગ્રામવિકાસતાલીમ સંસ્થાઓનું સંચાલન કરે છે. વિશેષ ખેડૂતોને સુધરેલી કૃષિપદ્ધતિ શીખવવામાં આવે છે અને તેમને કૃષિવિષયક નવી માહિતી આપવામાં આવે છે તેમજ આર્થિક મદદ પણ કરવામાં આવે છે. પાકાં ઘર, ખરાબાવાળી જમીનનો વિકાસ, ફળઝાડ અને જંગલનાં ઝાડની રોપણી ઈ. કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ડંકીઓ અને ટ્યૂબ કૂવાઓ ગળાવીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ગ્રામ અને આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક અને તબીબી સહાય પાછળ કરેલા મોટા ખર્ચ ઉપરાંત મઠ-મિશને ૧૨ કરોડ રૂપિયા ગ્રામ અને આદિવાસી વિકાસ કાર્ય પાછળ ખર્ચ્યા હતા.
ચિત્ર કથા : (રાંચીના દત્તક લીધેલા ગામનો ફોટો, મોરાબાદીમાંની અવિધિસરની શાળા, મોરાબાદીમાં આદિવાસીઓને અપાતી વાંસ કામની તાલીમ,રાંચી જિલ્લાના આદિ-વિસ્તારની ડંકી)
અભ્યુદય કાર્ય : મઠ-મિશનનું મુખ્ય કાર્યાલય અને તેમની શાખાઓ ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને મુકરર ભથ્થાં આપે છે. ગરીબ દર્દીઓને તબીબી સહાય આપે છે તથા વૃદ્ધ અને નિરાધાર સ્ત્રીપુરુષોને આર્થિક સહીય આપે છે. આવાં કાર્યો માટે ૨૦૦૩-૦૪માં ૧ કરોડ ને ૯૮ લાખ રૂપિયા વપરાયા હતા. ગરીબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સંસ્થાઓમાં અને તબીબી રાહત માટે હોસ્પિટલોમાં અને દવાખાનાંમાં વપરાયેલી મોટી રકમો ઉપરાંતની આ વધારાની સેવા હતી.
ચિત્ર કથા : (હૈદરાબાદમાં ૬૦૦ ગરીબોને ભોજન, બેલુડ મઠમાં ક્ષતિગ્રસ્તોને ટ્રાઈસિકલ વિતરણ, બેલુડ મઠમાં ગરીબોને વસ્ત્ર વિતરણ, ઉલ્સૂર, બેંગ્લોરમાં ધાબળા વિતરણ)
મહિલાઓ માટેનું કાર્ય : પોતાની હોસ્પિટલોના પ્રસૂતિ વિભાગો દ્વારા, વૃદ્ધાઓ માટેના નિવાસ દ્વારા, વિધવાઓને અપાતી માસિક સહાય દ્વારા, નર્સિંગ વિદ્યાલયો દ્વારા અને ગ્રામનારીઓ માટેનાં વ્યાવસાયિક શિક્ષણ કેન્દ્રો દ્વારા મઠ-મિશનની સંસ્થા સ્ત્રીઓની સેવાનું કાર્ય કરે છે.
ચિત્ર કથા : (વૃંદાવનમાં વિધવાઓને અપાતા માસિક અનાજ વ. મોરાબાદીમાં રામકૃષ્ણ મિશનના આદિવાસી વિકાસ કેન્દ્રમાં આદિવાસી સ્ત્રીઓનું સ્વ-સહાય કેન્દ્ર, અગરબત્તી બનાવવાની તાલીમનું કેન્દ્ર, કામારપુકુર, કામારપુકુરમાં વણાટની તાલીમ)
નાની વયના માટે પ્રવૃત્તિ : મઠ અને મિશન દ્વારા ચલાવાતી બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના ચારિત્ર્ય-ઘડતર અને આધ્યાત્મિક વલણના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત શાળા-કોલેજ બહારના સમયમાં, નિયત સમયે, યુવાનો માટે મનોરંજનની, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પૂરી પાડવાનો પ્રબંધ મઠ-મિશનનાં અનેક શાખાકેન્દ્રો હાથ ધરે છે. એ પ્રવૃત્તિઓમાં સ્તોત્રપાઠ, ભજનગાન, સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અને રમતોમાં ભાગ લેવો, ચારિત્ર્ય ઘડતર અને નીતિમય જીવન વિશે બોધ, મહાપુરુષો વિશે વાર્તાઓ આદિનો સમાવેશ થાય છે.
ચિત્ર કથા : (બેંગ્લોરના રામકૃષ્ણ મઠ સંચાલિત વિવેકાનંદ બાલક સંઘ, હૈદરાબાદમાં વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન એક્સલન્સમાં સમર કેમ્પમાં હાજરી આપતાં બાળકો, રામકૃષ્ણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન (RIMSE) માઈસોર, વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન એક્સલન્સ; રામકૃષ્ણ મઠનું નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ આપતું કેન્દ્ર, હૈદરાબાદ)
ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર : વિપુલ પ્રમાણમાં પુસ્તકાલયો, પ્રવચનો, વાર્તાલાપો, ચર્ચાસભાઓ, દૃશ્યશ્રાવ્ય એકમો, પ્રદર્શનો, સંગ્રહસ્થાનો, એકાંતવાસો અને પુસ્તકોનાં તથા સામયિકોનાં પ્રકાશનો ઈ. દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. ૧૨ ભાષાઓમાં મઠ અને મિશન સામયિકોનું પ્રકાશન કરે છે. વેદાંત, શ્રીરામકૃષ્ણ, શ્રી શારદા મા, સ્વામી વિવેકાનંદ આદિનો સંદેશ, અધ્યાત્મ અને જગતના ધર્મો ઈ. વિષયો પર ૨૧ પ્રકાશન કેન્દ્રો દ્વારા ભારતની બધી મુખ્ય ભાષાઓમાં અને બીજા દેશોની કેટલીક મુખ્ય ભાષાઓમાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે. માત્ર અંગ્રેજીમાં ૭૦૦ કરતાં વધારે પ્રકાશનો પ્રગટ કરવામાં આવે છે. કેટલીક આદિવાસી ભાષાઓ સહિતની લગભગ બધી જ પ્રાદેશિક ભાષાઓમાં સેંકડો પ્રકાશનો બહાર પાડવામાં આવે છે.
ચિત્ર કથા : (૧૯૩૮માં આરંભાયેલું કોલકાતાના ગોલપાર્કમાં આવેલું રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાંનું વિવેકાનંદ સભાગૃહ (અંદરનું દૃશ્ય), સેંટ પીટર્સબર્ગ (યુએસ)માં આધ્યાત્મિક વાર્તાલાપ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠનો પુસ્તક ભંડાર, સાત સામયિકોની તસવીરો,હિમાલયની ગોદમાં આવેલો માયાવતીનો અદ્વૈત આશ્રમ સ્વામી વિવેકાનંદે એકાંત સાધના કેન્દ્ર તરીકે વિકસાવવા ચાહતા હતા.)
આધ્યાત્મિક સેવા : શ્રીરામકૃષ્ણની વિધિપુર:સર પૂજા થતી હોય એવું મંદિર મઠના લગભગ દરેક કેન્દ્રમાં હોય છે. સંધ્યાકાળે આરતી કરવામાં આવે છે અને સંન્યાસીઓ તથા ભક્તો આરતી, સ્તોત્રો અને ભજનો ગાય છે. વિવિધ ઉત્સવો અને શ્રીરામકૃષ્ણના, શ્રીમા શારદાદેવીના તથા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે હજારો લોકો ભાગ લેતા હોય તેવા વિશિષ્ટ કાર્યક્રમો રાખવામાં આવે છે. બુદ્ધ જયંતી અને નાતાલની પૂર્વસંધ્યા બધાં રામકૃષ્ણ કેન્દ્રોમાં ઉજવવામાં આવે છે. કેન્દ્રોના અધિપતિઓ અને બીજા વરિષ્ઠ સંન્યાસીઓ ભક્તોના લાભાર્થે આધ્યાત્મિક વાર્તાલાપો આપે છે, સાધના શિબિરો યોજે છે અને ભક્ત સંમેલનોનું આયોજન કરે છે. મઠના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષો દ્વારા જિજ્ઞાસુઓને અપાતી મંત્રદીક્ષા અધ્યાત્મસેવાનું ઉત્તમ સ્વરૂપ છે.
ચિત્ર કથા : (બેલુડ મઠમાં દુર્ગાપૂજા, બેલુડ મઠમાં નાતાલનો ઉત્સવ, બેલુડ મઠમાં બુદ્ધ જયંતીની ઉજવણી, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં સાધના શિબિરમાં ઉપસ્થિત ભક્તો, બેલુડ મઠમાં પૂ. શારદા માની સાર્ધશતાબ્દિની ઉજવણી- (આશરે ૧૦૦૦૦) ગૃહસ્થ ભક્તો અને (૩૦૦ કરતાં વધારે) સંતોનું સંમેલન)
ભારત બહારનું કાર્ય : સુવ્યવસ્થિત રીતે વેદાંત દર્શનનો અને અધ્યાત્મનો પ્રચાર પશ્ચિમમાં કરનાર પ્રથમ ભારતીય ધર્મગુરુ સ્વામી વિવેકાનંદ હતા. ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોમાં એમણે વાવેલાં બીજ – પશ્ચિમમાં જેને ‘વેદાંત આંદોલન’ તરીકે ઓળખાવવામાં આવે છે – અંકુરિત થઈને વિકાસ પામ્યાં. રામકૃષ્ણ મઠનું પ્રથમ કેન્દ્ર ન્યૂયોર્કમાં ૧૮૯૪માં સ્વયં સ્વામીજીએ જ શરૂ કર્યું હતું. આજે યુએસએમાં તેવાં ૧૩ ‘વેદાંત કેન્દ્રો’ છે. યુએસએ સિવાયના બીજા દેશોમાં પણ રામકૃષ્ણ મઠનાં (અને કેટલાક કિસ્સાઓમાં રામકૃષ્ણ મિશનનાં પણ) કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં છે; પશ્ચિમ અને પૂર્વનાં ઘણાં શહેરોમાં સ્થાનિક લોકોની પહેલને અને એમના ઉત્સાહને કારણે જ એ કેન્દ્રો ઊભાં થયાં છે (અલગ પૃષ્ઠ પર આ સારણી છે).
બાંગ્લાદેશને બાદ કરતાં ભારત બહારનાં મોટા ભાગનાં કેન્દ્રોમાં અપાતી સેવા આધ્યાત્મિક છે. એ કેન્દ્રો સંભાળતા સ્વામીઓ મોટા ભાગે વેદાંત ગ્રંથો અને શ્રીરામકૃષ્ણના સંદેશ વિશે વાર્તાલાપો આપે છે. સંનિષ્ઠ સાધકોને વ્યક્તિગત આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. પોતાના સામાજિક-સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પર્યાવરણ વચ્ચે રહીને જ લોકો પોતાની પૂર્ણતાને પામે અને જીવનનો અર્થ સમજે તેવી સહાય તેમને કરવી તે આ સેવાનો હેતુ છે. રામકૃષ્ણ મઠ અને મિશન કોઈપણ પ્રકારની ધર્માન્તરણ – વટાળ – પ્રવૃત્તિ ચલાવતાં નથી.
ચિત્ર કથા : (યુએસએના સાન્ફ્રાન્સિસ્કોમાં (૧૯૦૬માં બંધાયેલું) શ્રીરામકૃષ્ણનું વૈશ્વિક મંદિર, યુએસએ ન્યૂયોર્ક રાજ્યમાંના સહસ્રદ્વીપ ઉદ્યાન (થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક)માંની વિવેકાનંદ કુટિર, યુકેમાં (લંડન પાસેના) બુર્ન એન્ડમાં આવેલું રામકૃષ્ણ વેદાંત કેન્દ્ર, બાંગ્લાદેશમાં, ઢાકામાંના રામકૃષ્ણ મઠમાં નવું બંધાયેલું શ્રીરામકૃષ્ણનું વૈશ્વિક મંદિર)
ભાવિ દર્શન : રામકૃષ્ણ મઠ અને મિશનની વિચારસરણી અને પ્રવૃત્તિનો અહીં રજૂ કરવામાં આવેલો અહેવાલ પૂરો થવા આવે છે ત્યારે, (આજના કેટલાક લેખકોએ નિર્દેશ્યા પ્રમાણે) એ સંસ્થાદ્વયની સંખ્યાના પ્રમાણમાં એમણે પાડેલ પ્રભાવ ઘણો વ્યાપક છે. આપણે જોઈ શકીએ એવી સ્થલકાલની કોઈ મર્યાદા એ અસરને બાંધી શકતી નથી. આ યુગદૃષ્ટાની દૃષ્ટિ ધરાવતું આધ્યાત્મિક જગતનાં શાશ્વત સત્યોને મૂર્તિમંત કરતી વિચારધારાથી, ત્યાગ અને સેવાના આદર્શથી રચાયેલ સંન્યાસી સંઘે ધારણ કરેલું રામકૃષ્ણ આંદોલન ‘આજના વિશ્વના ઇતિહાસના મહાવલણોને ઉંબરે’ ઊભું છે અને ત્રીજી સહસ્રાબ્દિમાં મનુષ્યજાતિનાં અભ્યુદય અને ઉન્નતિ માટે અસાધારણ શક્યતાઓ એ ધરાવે છે.
વાચન માટે અગત્યનાં પુસ્તકો
શ્રી રામકૃષ્ણ વિશે :
૧. શ્રીરામકૃષ્ણ કથામૃત : ‘મ’ (મહેન્દ્રનાથ ગુપ્ત) કૃત: અંગ્રેજી અનુવાદ : સ્વામી નિખિલાનંદ ગુજરાતી અનુવાદ : સ્વામી ચૈતન્યાનંદ
૨. શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ : સ્વામી શારદાનંદ કૃત
૩. ધ લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ (મહાત્મા ગાંધીના પુરોવચન સાથે)
૪. શ્રીરામકૃષ્ણ એન્ડ હિઝ ડિસાઈપલ્સ : લે. ક્રિસ્ટોફર ઈશરવુડ : પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
શ્રીમા શારદાદેવી વિશે :
૧. શ્રીમા શારદાદેવી : લે. સ્વામી ગંભીરાનંદ : પ્રકા. મઠ, ચેન્નાઈ
૨. શ્રીમા શારદાદેવી : શ્રીમા (એમનું જીવન અને એમના વાર્તાલાપો) : લે. સ્વામી તપસ્યાનંદ અને સ્વામી નિખિલાનંદ
સ્વામી વિવેકાનંદ વિશે :
૧. ધ લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ : બાઈ હિઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાઈપલ્સ : પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
૨. લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ એન્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ : બાઈ રોમાં રોલાં, પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
૩. વિવેકાનંદ – એ બાયોગ્રાફી; સ્વામી નિખિલાનંદ : પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
સ્વામી વિવેકાનંદ કૃત :
૧. ધ કમ્પલીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ (નવ ભાગમાં) : પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
૨. સિલેકશન્સ ફ્રોમ સ્વામી વિવેકાનંદ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૩. શિકાગો એડ્રેસિઝ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૪. લેકચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોડા : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૫. લેટર્સ ઓફ સ્વામી વિવેકાનંદ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૬. ટીચિંગ્ઝ ઓફ સ્વામી વિવેકાનંદ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૭. ટોક્સ વિથ સ્વામી વિવેકાનંદ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૮. જ્ઞાનયોગ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૯. રાજયોગ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૧૦. કર્મયોગ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૧૧. ભક્તિયોગ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૧૨. ધ પાવર્સ ઓફ ધ માઈન્ડ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૧૩. એજ્યુકેશન : પ્રકા. રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ
શ્રીરામકૃષ્ણના શિષ્યો વિશે :
૧. એપોસલ્સ ઓફ શ્રીરામકૃષ્ણ : પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
૨. ધેય્ લિવ્ડ વિથ ગોડ : પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
રામકૃષ્ણ આંદોલન વિશે :
૧. હિસ્ટરી ઓફ ધ રામકૃષ્ણ મઠ એન્ડ મિશન : લે. સ્વામી ગંભીરાનંદ : અદ્વૈત આશ્રમ, કોલકાતા
૨. રામકૃષ્ણ મૂવમેન્ટ : લે. સ્વામી બુધાનંદ : પ્રકા. અદ્વૈત આશ્રમ, કોલકાતા
આરતીનો રણકાર અને શંખધ્વનિ બેલુડ મઠમાં સાંધ્ય ઓળા ઊતરવાનો ઘોષ કરે છે ત્યારે શ્રીરામકૃષ્ણની ભક્તિ માટે સાંધ્ય આરતી ગાવા માટે બેલુડ મઠના પ્રાંગણના નાટમંદિરમાં સંતો અને ગૃહસ્થ ભક્તો એકત્ર થાય છે. ‘ખંડન ભવબંધન, જગવંદન, વંદી તોમાય’ – સ્તોત્રના સ્વરો નિકટમાં વહેતી ગંગાના વિશાળ પટ પર પ્રસરી જાય છે.
Your Content Goes Here




