રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૪ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની મુલાકાતે આવ્યા હતા.

વડોદરા શહેરના ઇતિહાસમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ પધાર્યાનો આ સર્વ પ્રથમ જ અવસર હોઈ, એમના આગમનથી ભક્તો તેમજ શુભેચ્છકોએ અત્યંત આનંદની લાગણી અનુભવી.

૬ ડિસેમ્બરના રોજ અગાઉથી નોંધાયેલ ૭૦ મુમુક્ષુઓને મહારાજશ્રીએ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

૭ ડિસેમ્બરના રોજ મહારાજશ્રીના વરદ હસ્તે સવારે ૯ વાગ્યે ‘વિવેકાનંદ સેન્ટર ફોર એક્સેલન્સ એન્ડ કલ્ચર’ના ભવનનો શિલાન્યાસ શાસ્ત્રોક્ત વિધિથી હર્ષોલ્લાસ સહિત પવિત્ર વાતાવરણમાં સંપન્ન થયો હતો.

તે જ દિવસે સાંજના ૭ વાગ્યે મિશનના ઓડિટોરિયમમાં મહારાજશ્રીનાં આશીર્વચનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

દરરોજ સંધ્યા આરતી બાદ મહારાજશ્રીના રોકાણ દરમિયાન એમનાં દર્શનનો લાભ સેંકડો ભક્તોએ લીધો હતો. ૮મી તારીખે તેઓશ્રી અમદાવાદ જવા રવાના થયા હતા.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.