‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જાન્યુ. ’૯૯નો અંક રસપૂર્વક વાંચી ગયો. આધ્યાત્મિક જ્ઞાનપ્રદ કૃતિઓ વિશેષ ગમી. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મુખપૃષ્ઠ સારું અને હૃદયને ગમ્યું.

હર્ષદભાઈ એસ. વ્યાસ, ભાવનગર

મે ’૯૯નો અંક વાંચી ખૂબ આનંદ થયો. જ્યોતિ બહેન થાનકી લેખિત ‘એ છે જગદંબાની સખી-૧’ લેખ ખૂબ ગમ્યો. શ્રીમંત ગૃહસ્થોની ધર્મ પત્નીઓ માટે રાણી રાસમણી પ્રેરણાદાયક છે. દરેક લેખ ઉચ્ચ આધ્યાત્મિક જીવનના જીજ્ઞાસુઓ માટે ઉત્તમ જ્ઞાન વર્ધક છે.

ગોપાલ કણસાગરા, મેંગ્લોર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના ટાઈટલ પર સુંદર શ્લોકનું ચિત્રણ, પૂજ્ય કેશવલાલ વિ. શાસ્ત્રીજીનું રામકૃષ્ણદેવનું કથામૃત પાન, બાળ વિભાગમાંની વાર્તાઓ, શ્રીરામકૃષ્ણ આશ્રમની પ્રવૃત્તિઓનું સચિત્ર સુંદર આલેખન, શ્રી શ્રીમાનાં સંસ્મરણો અને સ્વામી વિવેકાનંદના વિચારો વાંચી અતિ આનંદ થયો.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો એપ્રિલનો અંક હાથમાં આવતાં મુખપૃષ્ઠ પરનાં જ ચિત્ર પર મન એકાગ્ર થઈ ગયું. પરમપદ તરફની ગતિ રહે એને કેવાં દર્શન થાય તેવી જાણે અનુભૂતિ થઈ. અંકની સામગ્રી અત્યંત ઊંડાણ ને ધીરજપૂર્વક તૈયાર થાય છે. દરેક બાળક, યુવાન ને વૃદ્ધજનની સૃષુપ્ત દિવ્યતાને સમજપૂર્વક ઢંઢોળતા હો તેવું લાગે છે. ભક્ત, યોગી, જ્ઞાની કે અમારા જેવા જેણે કશું જ નથી વાંચ્યું તેને માટે તો ઉત્તમ સેવા આપી રહ્યા છો. યમરાજ અને નચિકેતાની જીવન મૃત્યુ પરની વાત, આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ એક અલગ જ સૃષ્ટિ માનસપટે લાવે છે. શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમાનાં સંસ્મરણો વાંચીને શાંતિની સાધના માટે કોઈ અવકાશ મળે એવી પ્રાર્થના થઈ જાય છે. સુખની અખંડ અનુભૂતિ ‘સાગર તરફ જુઓ’ દ્વારા મળી. ખરેખર મૃત્યુનો ભય ઘટે છે. એ પણ એક નવા જીવનની યાત્રાનો પ્રારંભ જ છે ને!

રમેશ છબીલાલ દવે, ગાંધીનગર

જાન્યુ. ’૯૯ થી એપ્રિલ ’૯૯ સુધીના ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકો વાંચ્યા. જેમાં સાંપ્રત સમય ચેતનાના સંદર્ભમાં ‘ઉપનિષદામૃત’ના લેખો વધુ આવકારદાયક છે. પુરાણો અને ધર્મગ્રંથો કરતાંય ઉપનિષદો સમાજને વધુને વધુ સાચા અને સરળમાર્ગે દોરી શકે તેમ છે. આ અંગેના લેખો આપના માસિકમાં મળે છે તે આનંદની ઘટના છે. પુસ્તક સમીક્ષા અને કાવ્યાસ્વાદ પણ ગમ્યાં છે. સ્વાસ્થ્ય અંગેનો લેખ ‘સાગર તરફ જુઓ’ ગમ્યો છે.

ભરત ભટ્ટ, ભાવનગર (ટાણા)

દર મહિને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વાંચવા મળે છે. જીવનમાં મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર દરેક અંકમાંથી મળી જાય છે. એપ્રિલ મહિનામાં ‘માનવી-માનવીનું ભાવિ’ વાંચવા જેવું હતું. બાળકો માટે ‘ગરીબભક્તની સેવા એ જ પ્રભુસેવા’ નાના બાળકોને ગમી જાય તેવી હતી. દરેક અંક કેવળ વાંચવા માટે નહિ પણ જીવન ભર ફાઈલ કરીને સંગ્રહ માટે હોય છે. ‘તત્ત્વજ્ઞાન’માં કર્મયોગ, ‘અધ્યાત્મ’માં શ્રીરામકૃષ્ણ ગાથા લેખ ખૂબ સરસ હતા. ખરેખર જીવન સફળ બનાવવા માટે પ્રભુની નજીક પહોંચવા માટે અને સારા સંસ્કારોના સિંચન માટે આ અંક ઉપયુક્ત સાબિત થયો છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંકના લેખો હૃદયને સ્પર્શી જાય તેવા છે.

ઘનશ્યામભાઈ એચ. ભરૂચા, મુંબઈ

फरवरी ’९९का अंक मिला, उसे पढ़ा, बहुत पसन्द आया । श्रीरामकृष्णदेवकी जन्मजयन्ती होने से श्रीरामकृष्णदेव को ये अंक समर्पित है। इस अंकमें श्रीरामकृष्णदेव सम्बन्धित बहुत-सी रचनाएं दी गई हैं । दिव्यवाणी में श्रीरामकृष्णदेवकी स्तुति, संपादकीय लेख ‘शिव शिव आरती तोमार’ थी। बहुत अच्छी रही । बच्चों का जो बालविभाग है। उसमें दी गई सारी कहानियाँ ऐतिहासिक, पौराणिक हैं इस लिए हमें बहुत पसन्द आती हैं ।

के. एस. शर्मा, महीदपुर

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.