* ઑક્ટો.-નવે.’૯૯ના વર્ષનો દીપોત્સવી વિશેષાંક ખૂબ ગમ્યો. રસ પૂર્વક આરંભથી અંત સુધી વાંચી ગયો. મા ભારતી અને ફોરમ શીર્ષક કાવ્ય વિશેષ ગમ્યું. ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ, ૨૧મી સદીનું મહાન ભારત, ભારત શક્તિ શાળી બને અને સમુદ્ર સંગમ કૃતિઓ વાંચીને પ્રભાવિત થયો. શ્રેષ્ઠ સાહિત્ય પીરસવા બદલ ધન્યવાદ!
હર્ષદભાઈ એસ. વ્યાસ (ભાગવત કથાકાર),
ભાવનગર
* આપના દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું ગુજરાતી માસિક પ્રકાશિત થાય છે તે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. સંસ્થાના માધ્યમ દ્વારા શ્રીરામકૃષ્ણ પરમહંસજીના વિચારોની સમજ અને રાષ્ટ્ર તેમજ સમગ્ર વિશ્વને આપના જેવા ઉચ્ચ વિચારક અને સ્વામીજીના સેવકો જ કરી શકે. આપના દ્વારા થઈ રહેલ આ ઉમદા અને પવિત્ર કાર્ય માટે મારી શુભેચ્છાઓ આપશ્રીની સાથે જ રહેશે.
બાબુભાઈ બોખીરીયા
રાજ્યકક્ષાના મંત્રીશ્રી, (ગુજરાત), ગાંધીનગર
* શ્રીરામકૃષ્ણ જ્યોતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા યુવાનો-સંસ્થાઓ અને કાર્યકરોના કામની ઝલકો દર્શાવાય તે જરૂરી છે. છપાઈ, સુઘડતા, કદ અને નિયમિતતા તેમજ વર્તમાન લેખો પણ અતિ ઉત્તમ જ હોય છે.
સોમભાઈ બી. નાડોદા
પાટણ
* અમને સૌને આ મેગેઝીનથી ખૂબ જ ફાયદો થયો છે. આ મેગેઝીનનો દરેક આર્ટીકલ ઠોસ અને વિજ્ઞાનનાં પાયા પર ઊભેલો હોવાથી ખરેખર અમારાં ઘરનાં દરેક સભ્ય માટે એ જ્યોતિર્મય પથદર્શક બની રહ્યું છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નાં દરેક અંકમાં ‘મા જગદંબા’નો એક આર્ટીકલ અવશ્ય હોય તો એ દિવ્ય શક્તિની નજીક રહેવાનું, તેનું નામ-સ્મરણ કરવાની લોકોને સતત પ્રેરણા મળે. થોડા સમય પહેલાં એક લેખ હતો, ‘એ તો જગદંબાની સખી’ એ વાંચીને અમને ખૂબ જ પ્રેરણા મળી છે. અને અમારાં જીવનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. આથી પ્રેરાઈને આ સૂચન લખ્યું છે.
ભાવિકજન
Your Content Goes Here




