એક ઐતિહાસિક ભક્ત સંમેલનનો શ્રદ્ધેય સ્વામી શ્રી સુનિર્મલાનંદજીનો આંખ્યે દેખ્યો અહેવાલ વાંચતાં થયું કે, “શ્રીમત્ સ્વામીશ્રીઓનાં વચનામૃત-જ્ઞાનમૃતનું પાન કરનાર સૌ ખરેખર કૃતકૃત્ય બન્યા છે.”
– દિનેશ અ. અંતાણી, ગાંધીનગર
“રામકૃષ્ણ જ્યોત” માસિક નિયમિત મળે છે. અથથી અંત સુધી વાંચી જાઉં છું. અત્યારે મારી ઉંમર પાંસઠ વર્ષની થવા આવી છે ત્યારે પણ શારીરિક અને માનસિક સ્થિતિ ઘણી જ સારી છે તેથી ધાર્મિક પુસ્તકોનું વાચન ગમે છે.
– રાઘવજીભાઈ જાવિયા, રાજકોટ
‘રામકૃષ્ણ જ્યોત’ની નિયમિતતા, પાનાની ગુણવત્તા, જોડણીની ભૂલો વગરનું સુંદર છાપકામ વગેરે વ્યવસ્થા ધન્યવાદને પાત્ર છે. નજીવા લવાજમે પ્રેરણાદાયી વાચન મળે છે. જૂન – ૯૮ અંકના મુખપૃષ્ઠ ઉપર પવિત્ર તીર્થ હરિદ્વારની રંગીન તસવીર આકર્ષક હતી. અંકમાં સંપાદકીય અંતર્ગત ‘અમૃતની શોધમાં’ લેખ દ્વારા કુંભ મેળા અંગેની અમૂલ્ય માહિતી પ્રાપ્ત થઈ.
– ધર્મેશ એન. કલ્યાણી, જસદણ
‘રામકૃષ્ણ જ્યોત’ નિયમિત વાંચું છું. બીજું કે ‘રામકૃષ્ણ જ્યોત’ના પ્રિન્ટીંગમાં અક્ષરો મોટા હોય તો નંબરવાળી મોટી ઉંમરની વ્યક્તિઓ પણ સહેલાઈથી વાંચી શકે. મારા ઘરમાં મારાં મમ્મી-પપ્પા આ પત્રિકા નાના અક્ષરોને લીધે વાંચી શક્તાં નથી.
– ગૌતમ એલ. કવૈયા ખોલડિયાદ (સુરેન્દ્રનગર)
મને તમારો “જીવન એક યાત્રા” લેખ ખૂબ જ ગમ્યો તેમજ તેના સાથે અન્ય લેખ પણ ગમ્યા.
– સપના એમ. જાગીરદાર, પાટણ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ એ ભારતની આધ્યાત્મિક ચેતનાની જ્યોત છે. એ શ્રીરામકૃષ્ણ મિશનનું દર્શન અને દર્પણ છે. સંપાદકીયમાં કુંભ મેળાનું આલેખન અભ્યાસપૂર્ણ અને રહસ્ય સભર છે. હરિદ્વારનો અહેવાલ સાધુ સંતોના સંમેલનનો સુંદર ચિતાર આપી જીજ્ઞાસુઓની સેવા કરી છે. ચરિત્રકથા ભાવવાહી છે. સેવા ભાવમાં ગુરુમહારાજનો આદર્શ સ્પષ્ટ વ્યક્ત થયો છે, ઉપનિષદોનો ભવ્ય સંદેશ સમજાવી મેનેજમેન્ટ માટે જાગૃતિનો દીપ પ્રકટ કર્યો છે. અદ્યતન ભારતની આ માગ છે. અંક ખૂબ ગમ્યો, પ્રેરણા મળી. એક નમ્ર સૂચન કરું? અનુવાદની ભાષા પાંડિત્ય સભર અઘરી ન હોય બલ્કે સાદી, સરળ અને ભાવવાહી હોય તો મુદ્દો તરત ગ્રાહ્ય થઈ શકે. રામકૃષ્ણની દિવ્ય જ્યોત જલતી રહે તેવી અભીપ્સા.
– વ્રજલાલ રા. પંડ્યા, અંજાર (કચ્છ)
મે-૯૮ નો અંક વાંચ્યો. દરેક અંકની માફક આ અંક પણ ખૂબ જ સરસ લાગ્યો. તેમાં પણ ખાસ કરીને “એક હસ્તી-એક અસ્તિત્વ” અને સાંપ્રત સમાજ અંતર્ગત “આવશ્યકતા છે દેશભક્તિની” ખૂબ જ સુંદર અને જ્ઞાનવર્ધક રહ્યા. કિરણ બેદીને અભિનંદન. આગળ પણ આવા જ લેખો તથા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દ્વારા અત્યાર સુધી કામગીરી થઈ છે તે સમાજ માટે મશાલચીરૂપ બની રહે તેવી અંતરની મનોકામના અને અભિનંદન.
– રશ્મિ રાજેશકુમાર બોરીસાગર, જામનગર
आज ही डाकसे जून-९८ का अंक भी प्राप्त हो गया है। बच्चे अंक पाकर बहुत प्रसन्न होते हैं, उन्हें कई नवीन जानकारियाँ इससे प्राप्त होती रहती हैं। सभी अंक प्राप्त करने का इन्तजार करते रहते हैं। मुझे खुशी है कि आपकी पत्रिकाने उन्हें नवीन दिशा-बोध दिया है। वे उस पर आगे बढ़ रहे हैं।
– भगवती कुमार महिदपुर, (मध्य प्रदेश)
Your Content Goes Here




