એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો.
એટલે પેલો દેડકો ખાડામાંથી બહાર આવી ખૂબ ખીજવાઈ જઈને હાથીની સામે લાત ઉગામવા લાગ્યો અને બોલ્યો : ‘તારી એટલી બધી હિંમત કે તું મને ઓળંગીને ચાલે ?’
પૈસાનો એવો અહંકાર કે નાનકડો દેડકો પણ અહંકારથી ફુલાઈને વિરાટકાય હાથીની સાથે ઝઘડો કરવા જાય.
Your Content Goes Here




