૧૩મી ઑગસ્ટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે શ્રી કુલશેખરાચાર્ય વિરચિત મુકુંદમાલા સ્તોત્રના થોડા શ્લોકો રજૂ કરીએ છીએ. ગુજરાતી સમશ્લોકી અનુવાદ શ્રી જયંતીલાલ મંગલજી ઓઝાએ કર્યો છે.
वसंततिलका
श्रीवल्लभेति वरदेति दयापरेति
भक्तप्रियेति भवलुण्ठनकोविदेति ।
नाथेति नागशयनेति जगन्निवासे-
त्यालापनं प्रतिपदं कुरु मे मुकुन्द ॥१॥
(વસંતતિલકા)
શ્રીનાથ! હે વરદ! હે કરુણાનિધાન!
હે ભક્તબંધુ! ભવભંજનમાં પ્રવીણ!
હે નાથ! નાગશયના! જગના નિવાસ!
આલાપ આ નિત કરાવ મને મુકુન્દ! (૧)
(मालिनी)
जयतु जयतु देवो देवकीनन्दनोऽयं
जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः ।
जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गः
जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः ॥२॥
(માલિની)
જયતુ, જયતુ દેવા! દેવકીના સુપુત્ર!
જયતુ, જયતુ કૃષ્ણા! વૃષ્ણિજંશપ્રદીપ!
જયતુ, જયતુ મેઘશ્યામ! હે કોમલાંગ!
જયતુ, જયતુ પૃથ્વી-ભાર-નાશી-મુકુન્દ! (૨)
(उपजाति)
मुकुन्द मूर्ध्ना प्रणिपत्य याचे,
भवन्तमेकान्तमियन्तमर्थम् ।
अविस्मृतिस्त्वच्चरणारविन्दे
भवेभवे मेऽस्तु भवत्प्रसादात् ॥३॥
(ઉપજાતિ)
મુકુન્દ! નામું શિર આપને હું
ને યાચતો કેવળ આટલું જ :
‘ભવે ભવે આપ તણે પ્રસાદે,
ભૂલું કદીના ચરણાવિંદ’ (૩)
(मंदाक्रान्ता)
नाहं वन्दे तव चरणयोर्द्वन्द्वमद्वन्द्वहेतोः
कुम्भीपाकं गुरुमपि हरे नारकं नापनेतुम् ।
रम्या रमा मृदुतनुलता नन्दने नापि रन्तुं
भावे भावे हृदयभवने भावयेयं भवन्तम् ॥४॥
(મંદાક્રાંન્તા)
ના હું વંદું તવ ચરણને છૂટવા દ્વન્દ્રમાંથી,
કે હું વંદું હરિ! ન બચવા નારકી યાતનાથી;
ચાહું ના હું અમરપુરમાં રમ્ય રામાવિલાસ,
જન્મે જન્મે મુજ હૃદયમાં, ભાવ તારો જ યાચું. (૪)
नास्था धर्मे न वसुनिचये नैव कामोपभोगे
यद्यद्भव्यं भवतु भगवन् पूर्वंकर्मानुरूपम् ।
एतत्प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरेऽपि
त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु ॥५॥
આસ્થા ધર્મે, ધનઢગ મહીં કે ન કામોપભોગે,
જે કોઈ આ સ્થિતિ સકળ તે! પૂર્વકર્માનુરૂપ;
આ હું પ્રાર્થું મુજ હૃદયથી જન્મજન્માન્તરેયે,
પામું ભક્તિ સ્થિર વિમલ આ પાદપદ્મે તમારે (પ)
(वैतालीय)
दिवि वा भुवि वा ममास्तु वासो
नरके वा नरकान्तक प्रकामम् ।
अवधीरितशारदारविन्दौ
चरणौ ते मरणेऽपि चिन्तयामि ॥६॥
(વૈતાલીય)
જગ કે સ્વરગે ભલે નિવાસ,
નરકે હો નરકાન્તકારિ! મારો;
મરણે પણ ધ્યાઉં પાદ તારા,
વધુ જે શારદ પદ્મથી પ્રફુલ્લ. (૬)
Your Content Goes Here




