असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः।
तॉंस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥३॥
असुर्या, સૂર્ય વગરના, અસુરોને વસવા યોગ્ય; नाम, એ રીતે જાણીતા થયેલા; अन्धेन, આંધળા (આત્મજ્ઞાન ન હોવાને લીધે આંધળા); तमसा, અંધકાર વડે; आवृताः, ઘેરાઈ ગયેલા; ते, એવા; लोकाः, લોકો, અસ્તિત્વના સ્તરો; ये के च आत्महनः, જેઓ આત્મજ્ઞાન વિહોણા છે અને તેથી આત્મહત્યા કરનાર લોકો જેવા છે; ते प्रेत्य, તેઓ તેમના મરણ પછી; तान्, તેને (તે લોકોને); अभिगछन्ति, પ્રાપ્ત કરે છે, તેમાં ડૂબી જાય છે; जनाः, મનુષ્યો.
કેટલાક સૂર્ય વગરના અને અસુરોને રહેવા યોગ્ય લોક-જગત છે. તે લોકો આંધળા અનુભવે એવા અંધારાથી ઢંકાયેલા છે. (એટલે કે આત્મજ્ઞાન વગરના માણસો આંધળા છે.) જે મનુષ્યોએ આત્મજ્ઞાનની પ્રાપ્તિની ઉપેક્ષા કરી છે અને તે રીતે જાણે કે આત્મહત્યા જ કરી છે, તેઓ તેમના મરણ પછી ઉપર બતાવેલા લોકોમાં જવા માટે જ નિર્માયા છે. (૩)
(ઈશ ઉપનિષદ)
Your Content Goes Here





