नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः॥
હે વિશાળ બુદ્ધિવાળા! હે ખીલેલા કમળ જેવાં વિશાળ નેત્રવાળા વ્યાસજી! આપને નમસ્કાર હો; જે આપે મહાભારતરૂપી તેલ પૂરેલો આ શ્રીગીતાજ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો છે.
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्॥
શ્રીવસુદેવના પુત્ર, દિવ્ય ક્રીડાવાળા, કંસ અને ચાણૂર દૈત્યોનો નાશ કરનારા અને દેવકીના પરમ આનંદસ્વરૂપ જગદ્ગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.
गीताशास्त्रमिदं पुण्यं य: पठेत् प्रयत: पुमान्।
विष्णो: पदमवाप्नोति भयशोकादिवर्जित:॥
જે મનુષ્ય આ પવિત્ર શ્રીગીતાશાસ્ત્રને સાવધાન થઈને ભણે છે, તે ભયશોક આદિથી રહિત થઈ શ્રીવિષ્ણુપદને પામે છે.
मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने।
सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनम्॥
દરરોજ જળ વડે (કરેલું) સ્નાન મનુષ્યોનો મેલ દૂર કરનાર છે; પણ શ્રીગીતારૂપી જળમાં એક વાર જ (કરેલું) સ્નાન સંસારરૂપી મેલનો નાશ કરનાર છે.
Your Content Goes Here




