अहं हरे तव पादैकमूलदासानुदासो भवितास्मि भूयः।
मनः स्मरेतासुपतेर्गुणांस्ते गृणीत वाक्कर्म करोतु कायः॥

હે શ્રીહરિ! હું ફરી પણ આપના ચરણમૂળના દાસનો પણ દાસ થાઉં. મારું મન મારા પ્રાણપતિ આપના ગુણોનું જ સ્મરણ કરો. મારી વાણી આપના જ ગુણોનું ગાન કરો અને મારો દેહ આપ સંબંધી જ કર્મો કર્યા કરો.

न नाकपृष्ठं न च पारमेष्ठ्यं न सार्वभौमं न रसाधिपत्यम्।
न योगसिद्धीरपुनर्भवं वा समञ्जस त्वा विरहय्य काङ्क्षे॥

હે સમગ્ર સૌભાગ્યના ભંડાર ભગવાન! હું આપને તજી ધ્રુવપદની, બ્રહ્મલોકની, ચક્રવર્તીપણાની, રસાતલના સ્વામીપણાની અને યોગની સિદ્ધિની કે મોક્ષની પણ ઇચ્છા કરતો નથી.

अजातपक्षा इव मातरं खगाः स्तन्यं यथा वत्सतराः क्षुधार्ताः।
प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोऽरविन्दाक्ष दिदृक्षते त्वाम्॥

હે કમળનયન દેવ! જેઓને પાંખો ન આવી હોય એવાં પક્ષીઓનાં બચ્ચાં જેમ માતાને જોવા આતુર હોય, નાનાં વાછરડાં જેમ દૂધ પીવા માટે આતુર હોય અને જેમ કામવાસનાથી પીડાતી પ્રિય પત્ની પરદેશ ગયેલા સ્વામીજીને જોવા આતુર હોય તેમ મારું મન આપનાં દર્શન કરવા આતુર છે.

ममोत्तमश्लोकजनेषु सख्यं संसारचक्रे भ्रमतः स्वकर्मभिः।
त्वन्माययाऽऽत्मात्मजदारगेहेष्वासक्तचित्तस्य न नाथ भूयात्॥

હે નાથ! પોતાનાં કર્મોને લીધે આ સંસારચક્રમાં ભટકતા મને ઉત્તમકીર્તિવાળા આપના ભક્તજનોની જ મિત્રતા થાઓ. પણ જેઓ આપની માયાથી શરીર, પુત્ર, સ્ત્રી તથા ઘરમાં જ આસક્તિવાળા છે, તેમની સાથે મારો કદી સંબંધ ન થાઓ.

(શ્રીમદ્‌ ભાગવત, ૬.૧૧.૨૪-૨૭)

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.