भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशोविसारी।
कुमारिता नन्दित घोषनारि मम प्रभु श्रीगिरिराजधारी॥१॥
નિજભક્તની ઇચ્છાને અનુસરનારા, બાલ-લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને યશનો વિસ્તાર કરનારા, વ્રજ વનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ એ જ મારા પ્રભુ છે.
व्रजांगनावृन्द सदाविहारी अंगैर्गुहागार तमोपहारी।
क्रीडा रसावेश तमोभिसारी मम प्रभु श्रीगिरिराजधारी॥२॥
વ્રજની ગોપીઓના વૃંદમાં હંમેશાં વિહાર કરનારા, શ્રીઅંગના તેજથી ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા, રાસક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરવાવાળા એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ એ જ મારા પ્રભુ છે.
वेणुस्वना नन्दित पन्नगारी रसातलानृत्य पद प्रचारी।
क्रीडन्वयस्या कृतिदैत्यमारी मम प्रभु श्रीगिरिराजधारी॥३॥
વેણુનાદથી મયૂરોને નચાવનારા, રસાતલમાં પણ નૃત્ય-પદને પ્રસારનારા, ક્રીડામાં જ વત્સાસુર દૈત્યનો સંહાર કરનારા એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ એ જ મારા પ્રભુ છે.
(શ્રીગિરિરાજ ધાર્યાષ્ટકમ્)
Your Content Goes Here




