अन्यदेवाहुः संभवादन्यदाहुरसंभवात्।
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे॥१३॥

संभवात्, સંભૂતિમાંથી (વ્યક્ત પદાર્થમાંથી, હિરણ્યગર્ભમાંથી); अन्यत् एव, અલગ જ (એટલે કે જુદાં જ પરિમાણો); आहुः, વિદ્વાનો કહે છે; असंभवात्, અસંભૂતિ કરતાં (એટલે કે અવ્યક્ત પ્રકૃતિ કરતાં); अन्यत्, અલગ (એટલે કે જુદા જ પ્રકારનાં પરિણામો); आहुः, આમ પણ વિદ્વાનો કહે છે; ये, જેઓએ; नः तत् विचचक्षिरे, એ અમને કહ્યું છે; इति शुश्रुम, એ અમે સાંભળ્યું છે; धीराणाम्, ડાહ્યા માણસો પાસેથી.

વિદ્વાનો કહે છે કે સંભૂતિની ઉપાસના (હિરણ્યગર્ભની ઉપાસના) અને અસંભૂતિ (અવ્યક્ત પ્રકૃતિ)ની ઉપાસના જુદાં જુદાં પરિણામો લાવે છે. ડાહ્યા માણસોએ આ અમને જે કહ્યું છે, તે અમે સાંભળ્યું છે. (ડાહ્યા માણસોની આ વાત સ્વીકાર્ય છે.) (૧૩)

संभूतिं च विनाशं च यस्तद्वेदोभयं सह।
विनाशेन मृत्युं तीर्त्वाऽसंभूत्यामृतमश्नुते॥१४॥

संभूतिं च विनाशं च, અવ્યક્ત પ્રકૃતિ અને વ્યક્ત પ્રકૃતિ (હિરણ્યગર્ભ); यः तत् उभयम् सह वेद, જે (મનુષ્ય) તે બંને એકી સાથે જાણે છે; विनाशेन, વ્યક્તની — હિરણ્યગર્ભની ઉપાસનાથી; मृत्युम्, મરણને, અજ્ઞાનને, નૈતિક નબળાઈ વગેરેને; तीर्त्वा, ઓળંગીને, પાર કરીને; असंभूत्या, અવ્યક્ત પ્રકૃતિની ઉપાસનાથી; अमृतम्, અમરત્વને अश्नुते, પ્રાપ્ત કરે છે, ભોગવે છે.

જે અવ્યક્તની-અસંભૂતિની-ઉપાસના કરે છે અને સાથોસાથ વ્યક્તની પણ ઉપાસના કરે છે (સંભૂતિને પણ ઉપાસે છે) તે અવ્યક્તની ઉપાસનાથી અમૃતત્વને પ્રાપ્ત કરે છે અને વ્યક્તની ઉપાસનાથી મૃત્યુને ઓળંગી જાય છે. (૧૪)

(ઈશ ઉપનિષદ)

Total Views: 201
By Published On: February 23, 2024Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.