या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते।
या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते॥
या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते।
सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचन्द्रात्मजा॥
જે મહાસાગરની કન્યા લક્ષ્મીના નામે વર્ણિત માતૃસ્વરૂપા છે, જે મહાહિમગિરીસુતા ગૌરીના નામથી પ્રસિદ્ધ માતૃસ્વરૂપા છે, જે વિધાતાના મુખથી વિશુદ્ધ શબ્દસ્વરૂપ નિ:સૃત થઈને શોભિત વાણીસ્વરૂપા છે, એવાં એ શ્રીરામચંદ્રનાં કન્યા સુબુદ્ધિદાયિની શ્રીમા શારદાદેવી મારી રક્ષા કરો.
श्रीसारदे भुवनमङ्गलदिव्यमूर्ते।
मातर्विराज सततं मम हृदसरोजे॥
ત્રિભુવનમાં મંગલમયી અને દિવ્યમૂર્તિધારિણી હે શ્રીમા શારદા!
મારા હૃદયકમળમાં સદાય વિરાજમાન રહો.
(શ્રીશારદા સ્તુતિ)
Your Content Goes Here




