समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरेभवक्त्रमक्षरम्।
कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम्॥
સઘળા લોકોનું કલ્યાણ કરનાર, ગજાસુરનો નાશ કરનાર, મોટા ઉદરવાળા, શ્રેષ્ઠ હાથીનું સુંદર મુખ ધારણ કરનાર, અવિનાશી, કૃપા કરનાર, ક્ષમા કરનાર, આનંદ આપનાર, યશ આપનાર, નમસ્કાર કરનાર (ભક્તો)ના મનને સ્વસ્થ કરનાર એવા તેજસ્વી (ભગવાન ગણેશ)ને હું નમસ્કાર કરું છું.
अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणम्।
प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम्॥
ગરીબોની પીડાને દૂર કરનાર, કાયમી અભિવ્યક્તિ-શક્તિની પાત્રતા ધરાવનાર, ભગવાન શંકરના જ્યેષ્ઠ પુત્ર, અસુરના ગર્વનો નાશ કરનાર, માયારૂપી જગતના નાશ માટે ભીષણ, અગ્નિ વગેરે દ્વારા વિભૂષિત, ગંડસ્થલ પરથી મદ (વહાવતા) ગજ સ્વરૂપ એવા પુરાતન (ભગવાન) ગજાનનને હું ભજું છું.
नितान्तकान्तदन्तकान्तिमन्तकान्ति कात्मजमचिन्त्यरूपमन्तहीनमन्तरायकृन्तनम्।
हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम्॥
અત્યંત સુંદર દંતશૂળની કાંતિવાળા, અંતકોના અંતક ભગવાન શંકરના પુત્ર, ચિંતનથી પર રૂપવાળા, અનંત, વિઘ્નોના વિનાશક, યોગીઓના અંત:કરણમાં જ સતત વાસ કરનાર, એક દાંતવાળા, તે (ગણેશ)નું હું હંમેશાં ચિંતન કરું છું.
(આદિ શંકરાચાર્યકૃત ‘ગણેશપંચરત્નમ્’માંથી)
Your Content Goes Here




