यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते॥५॥
यत्, જે; वाचा, વાણીથી; अनभ्युदितम्, વર્ણવી શકાતું નથી; येन, જેના વડે; वाक्, વાણી; अभ्युद्यते, બોલવા માટે – વ્યક્ત કરવા માટે સમર્થ બને છે, અભિવ્યક્તિનું વહન કરે છે; तत् एव ब्रह्म, તે જ ખરેખર બ્રહ્મ છે; त्वम् विद्धि, તું જાણ; न इदम्, નહિ કે આ; यत् इदम् उपासते, કે જેને લોકો ઉપાસે છે.
એને જ કેવળ બ્રહ્મ જાણો કે જે વાણીથી વર્ણવી શકાતું નથી અને જેના વડે જ વાણી અભિવ્યક્તિનું વાહન બને છે. તે બ્રહ્મ આ ઇન્દ્રિયગમ્ય જગતનું નથી કે લોકો જેની ઉપાસના કરે છે. (૫)
यन्मनसा न मनुते येनाहुर्मनो मतम्।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते॥६॥
यत्, જે બ્રહ્મ; मनसा, મન વડે; न मनुते, સમજી-પકડી શકાતું નથી; येन, જેના વડે; आहुः, તેઓ (ઋષિઓ) કહે છે; मनः, મન; मतम्, પ્રેરણા પામે છે, મન તરીકે કાર્ય કરે છે; तत् एव ब्रह्म, તે જ ખરેખર બ્રહ્મ છે; त्वम् विद्धि, તું જાણ; न इदम्, નહિ કે આ; यत् इदम् उपासते, કે જેને લોકો ઉપાસે છે.
જેને મન સમજી કે પામી શકતું નથી અને જે મનને કાર્ય કરતું કરે છે તેને જ માત્ર તું બ્રહ્મ તરીકે જાણ, એને જ ઋષિઓ દર્શાવે છે. એ બ્રહ્મ કંઈ ઇન્દ્રિયો દ્વારા ભોગવાતું આ જગત નથી કે જેને લોકો ભજે છે (જેની ઉપાસના કરે છે). (૬)
Your Content Goes Here





