न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः।
न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात्॥३॥

तत्र, ત્યાં (જ્યાં બ્રહ્મ છે ત્યાં); चक्षुः न गच्छति, આંખ જઈ શકતી—પ્રવેશી શકતી નથી; न वाक् गच्छति, नो मनः, તે વાણી અને મનથી પર—અતીત—પેલીપારનું છે; न विद्मः, અમે જાણતા નથી (કે આ બ્રહ્મ કોના જેવું છે); यथा, કેવી રીતે; एतत्, આ (બ્રહ્મને); अनुशिष्यात्, ગુરુ શિષ્યને કેવી રીતે સમજાવે; न विजानीमः, તે પણ અમે જાણતા નથી—તે અમને સમજાતું નથી.
ત્યાં આંખ પહોંચી શકતી નથી. વાણી અને મન પણ ત્યાં પહોંચી શકતાં નથી. અમને એ પણ ખબર પડતી નથી કે ગુરુ શિષ્યને એ કેવી રીતે સમજાવી શકે છે; એ અમે જાણતા નથી. (૩)

अन्यदेव तद्विदितादथो अविदितादधि।
इतिशुश्रुम पूर्वेषां ये नस्तद्व्याचचक्षिरे॥४॥

अन्यत् एव तत् विदितात् अथो, જાણવામાં આવેલ અથવા સુપરિચિત એવા વિષયો; अविदितात् अधि, અજાણ્યા વિષયોથી પણ અતીત—પેલી પારનું; इति शुश्रुम, અમે જે સાંભળ્યું છે, તે આ છે; पूर्वेषां, પહેલાં થઈ ગયેલા વિદ્વાનો પાસેથી; ये, જેમણે; नः, અમને; तत्, તે (બ્રહ્મને); व्याचचक्षिरे, વર્ણવ્યું—સ્પષ્ટ કર્યું હતું.
એ બ્રહ્મ બધા આપણા જાણવામાં આવેલા તેમજ સુપરિચિત વિષયો કરતાં જુદું જ છે; એટલું જ નહિ પણ એ આપણી જાણ બહાર રહેલા વિષયો કરતાં પણ પેલી પારનું—અતીત—છે. અમે અમારા પૂર્વજો પાસેથી—ગુરુઓ પાસેથી—સાંભળ્યું છે, તે આ છે. એમણે અમને આવું વર્ણન કર્યું છે. (૪)

(કેન ઉપનિષદ)

Total Views: 261
By Published On: July 1, 2024Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.