ભવના ભર્યા હાટની વચ્ચે,
હું તો આજ અરે! લૂંટાયો!
સંતન! કરજો મારી વહાર!
તસ્કર લૂંટે એમ જાણું કે દુનિયા છે તસ્ક૨ની,
લશ્કર લૂંટે એમ ગણું કે સત્તા છે લશ્કરની:
આ તો અગમનિગમની લૂંટ!
સંતન! કરજો મારી વહાર!
ધન લૂંટે તો એમ માનું કે ધનલોભી છે દુનિયા,
તન, જોબન, રૂપને લૂંટે એ હોયે પ્રેમસગુણિયા:
આ તો અગમનિગમની લૂંટ!
સંતન! કરજો મારી વહાર!
કહું જોગીને માને નહીં એ મારા અકળ ઉચાટ!
કહું ભોગીને જાણે નહીં એ, શી લૂંટને શી વાત?
આ તો અગમનિગમની લૂંટ!
સંતન! કરજો મારી વહાર!
જ્ઞાન-ગુમાન-વિમાન મહીં મેં શસ્ત્રો ભરિયા ઠાલાં
નીસર્યાં બૂઠાં કર્મકાંડના બરછી, તી૨ને ભાલાં!
આ તો અગમનિગમની લૂંટ,
સંતન! કરજો મારી વહાર!
કોને કહેવી જઈ આ વાત?
ક્યાં જઈ ઠાલવવા ઉચાટ?
આ તો અગમનિગમની લૂંટ,
સંતન! કરજો મારી વહાર!

– રતુભાઈ દેસાઈ

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.