શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના ૧૦ મુદ્દાની માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાતમાં પણ કાર્યવાહી થતી રહે એ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નેજા હેઠળ નવેમ્બર, ૧૯૯૨માં અને નવેમ્બર, ૧૯૯૩માં ગુજરાતમાં રામકૃષ્ણ ભાવ આંદોલનનું કાર્ય કરતાં ખાનગી કેન્દ્રોના પ્રતિનિધિઓની એક સભાનું આયોજન થયું હતું. તેમાં પરિષદના કન્વીનર તરીકે વડોદરા કેન્દ્રના પ્રમુખ ડૉ. કમલકાંત અને સંયુક્ત કન્વીનર તરીકે અમદાવાદ કેન્દ્રના શ્રી ઓમપ્રકાશ કલ્લાને નિમવામાં આવ્યા. ત્યાર બાદ કેન્દ્રોને સંગઠિત કરવાના પ્રયત્નો ચાલુ રહ્યા અને ૧૦મી જાન્યુઆરી ૧૯૯૯ના રોજ ભૂજમાં અને મે ૧૯૯૯માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની નિશ્રામાં ખાનગી કેન્દ્રોની એક સભા બોલાવવામાં આવી. આ સભામાં કન્વીનર સ્થાને ભૂજ કેન્દ્રના શ્રી કે. કે. ગોર અને સંયુક્ત કન્વીનર રૂપે તત્કાલીન વડોદરા કેન્દ્રના શ્રી પ્રકાશભાઈ જોષીની નિમણૂક થઈ હતી. કેન્દ્રોને ભાવપ્રચાર પરિષદના વર્તુળમાં એકઠા કરવાનો પ્રયત્ન ચાલુ રાખવામાં આવ્યો, જેના ફળ સ્વરૂપે ૨૫મી મે, ૨૦૦૩ના રોજ રાજકોટમાં; ૬ઠ્ઠી જુલાઈ, ૨૦૦૩ના રોજ અમદાવાદમાં; અને ૯મી નવેમ્બર, ૨૦૦૩ના રોજ ભૂજમાં પરિષદ હેઠળનાં કેન્દ્રોના પ્રતિનિધિઓની સભા બોલાવવામાં આવી હતી અને રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા મળેલા દસ માર્ગદર્શક મુદ્દાઓ પ્રમાણે કેન્દ્રોનું સંચાલન અને કાર્ય કરવા જણાવવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરતાં કેન્દ્રોને ‘ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ’ની નિશ્રામાં બંધારણને વફાદાર રહે તે રીતે સુસંગઠિત કરવાના હેતુથી તા. ૨૭મી એપ્રિલ અને ૨૮મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન આસિસ્ટન્ટ સેક્રેટરી અને ટ્રસ્ટી શ્રીમદ્ સ્વામી શિવમયાનંદજી મહારાજની અધ્યક્ષતા હેઠળ એક અધિવેશન મળ્યું હતું. આ અધિવેશનમાં લીંબડીના સ્વામી આદિભવાનંદજી, રાજકોટના સ્વામી ધ્રુવેશાનંદજી, વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજી અને પોરબંદરના સ્વામી અવ્યયાત્માનંદજી તેમજ શ્રી૨ામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદના અધ્યક્ષ સ્વામી ત્યાગાત્માનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં ૧૮ કેન્દ્રોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ અધિવેશનમાં શ્રીમત્ સ્વામી શિવમયાનંદજીએ ભાવપ્રચાર પરિષદના બંધારણ તેમજ તેના અમલીકરણ અને કાર્યો વિશે વિસ્તૃત સમજણ આપી હતી અને ગુજરાત ભાવ પ્રચાર પરિષદને બેલુડ મઠથી માન્યતા મેળવવા માટે કેન્દ્રોની માહિતી મોકલી આપવા સૂચના આપી હતી. (રામકૃષ્ણ ભાવપ્રચાર પરિષદ તેમજ અનૌપચારિક કેન્દ્રોના રામકૃષ્ણ ભાવધારામાં પ્રદાન વિશેનો શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી તેમજ શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજનો લેખ આ અંકના પૃષ્ઠ ૩૬ ઉપર છે.) ઉપસ્થિત ૧૮ કેન્દ્રોમાંથી ભૂજ, અમદાવાદ, જૂનાગઢ, આદિપુર, જામનગર અને કીમ કેન્દ્રોને ભાવપરિષદના સભ્ય કેન્દ્ર રૂપે જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉપલેટા, ધાણેટી અને ધરમપુર કેન્દ્રને નિરીક્ષક સભ્ય કેન્દ્ર રૂપે રાખવામાં આવ્યાં હતાં. બાકીનાં કેન્દ્રોને નિમંત્રિત કેન્દ્ર રૂપે ગણવામાં આવ્યાં હતાં. આ અધિવેશનમાં ભૂજ કેન્દ્રના શ્રી કે. કે. ગોરને પરિષદના કન્વીનર અને જૂનાગઢના શ્રી એમ. જે. સાતાને સંયુક્ત કન્વીનર રૂપે નિમવામાં આવ્યા.

એપ્રિલ, ૨૦૦૬ના રાજકોટ અધિવેશનમાં નક્કી થયા પ્રમાણે ૬ઠ્ઠી ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં અધિવેશન મળ્યું હતું, તેમાં ૧૪ કેન્દ્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરિષદના અધ્યક્ષ સ્થાને શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીને બેલુડ મઠ દ્વારા નિમાયા હતા. રાજકોટના સ્વામી ધ્રુવેશાનંદજી, વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજી અને પો૨બંદરના સ્વામી અવ્યયાત્માનંદજીને પરિષદના ઉપાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. ઉપલેટા, ધાણેટી અને ધરમપુરને નવા સભ્ય કેન્દ્રો રૂપે સમાવાયાં હતાં.

પરિષદના સભ્ય કેન્દ્રોની યાદી અને તેનાં નામસરનામાં, ફોન નંબર અને તેમના દરજ્જાની વિગતો આ પ્રમાણે છેઃ

Shri Ramakrishna Yuvak Mandal
C/o. Shri Ramakrishna Prarthana Mandir
Prasadi Plot, Sansakar Nagar, Bhuj – 370 001.
Ph. (02832)251541
Contact Person :
Sri Keshav K. Gor – Mobile : 98980 12832
Bakulesh Dholakiya – Mobile : 98254 47960
Status : Member Centre

Shri Ramakrishna Vivekananda Centre
A- 202/203, Kalyan Tower,
Near Lake View Apartment,
Vastrapur, Ahmedabad – 380 015.
Phone – (079) 26303409.
Contact Person :
Smt. Devika Navnitlal Patel
Status : Member Centre

Swami Vivekananda Seva Kendra
Talav Darwaja Rly. Crossing, Junagadh-362 001.
Phone: (Centre) Mobile : 94275 70351
Contact Person :
Dr. V. H. Dhaduk Mobile : 94277 36822
Status : Member Centre

Shri Ramakrishna Seva Kendra
Ward No. 2/A, Adipur, (Kutch)
Phone : (02836)260373
Reg. Off. : Bunglow No. Z-2,
Adipur, 370205
Contact Person :
Smt. Bharatiben Joshi Mobile : 94272 16557
Status : Member Centre

Shri Ramakrishna Vivekananda Centre Trust
“Sannidhi” 5-Patel Colony, Road no.4,
Near Jadeswar Temple, Jamnagar – 361 008.
Phone : (0288) 2751385
Status : Member Centre

Shri Ramakrishna Vivekananda Seva Kendra
C/o. “Thakur Kripa” 35 Patel Nagar,
Kim, Taluka- Olpad, Dist. Surat – 394 110.
Phone : (02621) 230184
Status : Member Centre

Shri Ramakrishna Seva Samiti
Village & Post Dhaneti,
Taluka Bhuj,
Dist. Kutch.
Phone : (02832) 273287
Contact Person :
Sri Naranbhai Dangar Mobile : 98793 49357
Bakulesh Dholakiya – Mobile : 98254 47960
Status : Member Centre

Shri Ramakrishna Seva Samiti Trust
Shivshakti Apartment Red cross Road,
Opp. Shinde Petrol Pump,
Dharampur – 396 050,
Dist. Valsad.
Contact Person :
Sri Dolatbhai P. Desai Mobile : 98256 59646
Status : Member Centre

Shri Ramakrishna Seva Samiti
Porbandar Road,
Upleta,
Dist. Rajkot.
Phone : (02826) 222581
Contact Person :
Smt. B.L.Chandravadiya – Mobile : 99985 24115
Status : Member Centre

Shri Ramakrishna Vivekananda Kendra
Plot No. 1632/2 Sector -2/D,
Gandhinagar.
Phone : (079) 65729995
Contact Person :
Sri Rajanikant Bhatt Mobile : 99041 58745
Status : Invitee Centre

Shri Ramakrishna Seva Mandir
Vallabh Vidyanagar,
Near Bhaikaka Statue,
Vallabh Vidyanagar – 388 120,
Dist. Anand.
Phone : (02692) 240461
Contact Person :
Dr. Mohan Bansal Mobile : 93750 11523
Status : Invitee Centre

Shri Ramakrishna Vivekananda
Aradhana Kendra
10, Milap Enclave Housing Society,
New Render Road, Surat – 395 009.
Phone : (0261) 2765358
Contact Person :
Sri Kamlesh Das
Status : Observer Centre

Shri Ramakrishna Vidyasankul
Post Ratanpar (Khadir),
Tal. Bhachau-Kutch.
Contact Person :
Sri Rameshbhai Sanghvi Mobile : 98251 91029
Muktaben – (02830) 221468
Status : Invitee Centre

Sushree Saradama Trust
“Bodhigram” N.H.8-B,
Kuvadva Road-Kuchiyadar, -360 003,
Taluka and Dist. Rajkot,
Status : Invitee Centre

Shri Ramakrishna Seva Mandal,
Post Una, – 362 560, Dist. Junagadh.
Contact Person :
Dr. Anand Godani Mobile : 98242 43540
Dr. V. B. Solanki – (02875) 221896
Status : Invitee Centre

Shri Ramakrishna Vivekananda Kendra
16 “Jodhpur House”, Municipal Society,
Bharat Nagar Road,
Bhavnagar
Phone : (0278) 2566588
Contact Person :
Smt. Manjulaben N. Gaur – (0278) 2566588
Status : Invitee Centre

Seva-Rural Jhagadia,
Post Zagadia, 393 110,
Dist. Bharuch.
Phone : (02645) 220021, 220868
Contact Person :
Dr. Anilbhai Desai – Mobile : 94261 25986
Status : Invitee Centre

Shri Ramakrishna Vivekananda Kendra
A-3, Navjivan Society, College Road,
Bilimora, Dist – Navsari.
Phone : (02634) 285945
Contact Person :
Sri Niranjanbhai Patel
Status : Invitee Centre

Shri Ramakrishna Vivekananda Kendra
Desai Building, Desai Vago,
Nadiad. Dist – Kheda.
Phone : (0268) 2568460
Contact Person :
Sri Anupambhai Desai
Status : Invitee Centre

Shri Ramakrishna Vivekananda Kendra
303/A-4, Shivranjani Housing Society,
Opp. Central Excise Colony – GIDC,
Ankleshwar, Dist. Bharuch.
Contact Person :
Dr. Harishbhai Shah – Mobile : 94268 92149
Status : Invitee Centre

Shri Ramakrishna Vivekananda Kendra
Trivedi Street, Pat-Chakal Prabhas Patan,
Somnath. -362 68.
Contact Person :
Sri Parag J. Pathak Mobile : 98242 31015
Status : Invitee Centre

Swami Vivekananda Institute of Human Excellence
“Maa Krupa”, Behind Tagore Society,
Near Rachna School, Surendranagar – 363 001.
Phone : (02752) 235593
Contact Person :
Sri S. R. Malvanker – Mobile : 99249 62098
Status : Invitee Centre

Bhagini Nivedita Charitable Trust
Lakhasar Chowk, Mandavi, Dist – Kutch.
Phone : (02834) 223753
Contact Person :
Dr. Shobhanaben B. Trivedi
Status : Invitee Centre

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.