(૧) જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પુત્રને એમની પાસે શીખવા લઈ ગયા. સ્વામીએ છોકરાને બધી બાજુથી જોઈ લીધો.
– અરે! આ છોકરો તો ભવિષ્યમાં ચોક્કસ મહાન બનશે.
– સારું, હું એને વિદ્યાર્થી રૂપે સ્વીકારું છું. તમે જઈ શકો છો.
(૨) ગુરુજી તો શિષ્યને ખૂબ કાળજીથી ભણાવવા માંડ્યા. એકનાથ પણ એમની ખંતથી સેવા કરતો.
– ગુરુને શેનાથી ગર્વ મળે છે, એ તું જાણે છે? સારો વિદ્યાર્થી ગર્વ અપાવે. તારા દ્વારા હું મહાન બનીશ.
– આપની અમીકૃપા મને સહાય કરશે.
(૩) એક દિવસ મધરાતે એકનાથ કંઈક વ્યાકુળતાથી શોધતો હતો. એકાએક તે હસીને તાળીઓ પાડવા મંડ્યો. ગુરુજી જાગી ગયા અને જોયું..
– એકનાથ, આ કાળી રાતે ઊંઘને ઉડાડીને શું કરે છે?
– ગુરુજી, હિસાબમાં એક પૈસાની ભૂલ આવતી હતી. મને ભૂલ મળી ગઈ એટલે હું રાજી થઈ ગયો.
– એમ, આટલી ઉત્કટતાથી જો તું પ્રભુનું ધ્યાન ધર તો તું આનંદભાવમાં ડૂબી જઈશ. આ યાદ રાખજે.
(૪) ગુરુની કૃપાથી એકનાથ ધ્યાન શીખ્યો. ક્રોધને જીતી લીધો. એક દિવસ ગંગાસ્નાન કરીને પાછો આવતો હતો, કોઈક એના પર થૂંક્યું.
– ભલે, ફરીથી ગંગાસ્નાન કરી લઈશ.
(૫) એણે તો ફરીથી સ્નાન કર્યું પણ પેલો વ્યક્તિ ફરી થૂંક્યો. એણે શાંતિથી ફરી ગંગાસ્નાન કર્યું.
(૬) આવું ૧૦૮વાર બન્યું. પછી પેલો એને ચરણે પડી ગયો.
– મેં તમારી મહાનતા વિશે સાંભળ્યું છે. હું એને કસતો હતો. મને માફ કરો. તમારાં ચરણમાં રાખો.
– ક્ષમા! એ તો પ્રભુનું જ કામ.
(૭) એક વખત સ્નાન કરીને ધ્યાનમાં બેસતી વખતે એક રડતા અને નદીની ગરમ રેતીમાં તરફડતા બાળકને જોયું. એને લઈને માબાપને સોંપી દીધું.
– મહારાજ, અમે તો અસ્પૃશ્ય! તમારે એને અડવું નહોતું જોઈતું!
– પ્રભુ પાસે બધા સમાન. મારી ફરજ મેં બજાવી. ચિંતા ન કરો.
(૮) રામુ એક સફાઈ કામદાર હતો. તે સદ્ગુણી અને સંસ્કારી હતો. તેણે આવીને એકનાથજીને પ્રણામ કર્યા.
– ગુરુજી મારી એક ઇચ્છા છે. એક દિવસ તમે અમારા ઘરે આવીને જમશો?
– બસ, આટલું જ! હું આવીશ.
(૯) હરિજનવાસમાં આનંદ ઉત્સવ! ધજા-પતાકા અને સાજ-શણગાર! રામુએ એકનાથને ભાવથી જમાડ્યા.
– મહારાજ, આવું સાદું ભોજન તમને કેમ ભાવશે?
– ચિંતા ન કર. મારે મન તો અમૃતનો કોળિયો છે.
(૧૦) એકનાથની જન્મભૂમિ પૈઠણમાં એક ગરીબ વૃદ્ધા હતી. હજારેક લોકોને જમાડવા ઇચ્છતી હતી.
– આ જન્મારામાં તો આ ન થઈ શકે, પણ એક કામ કર. એકનાથ ભક્ત અને સંત છે. એને તું ગમે તેમ કરીને જમાડ. એ એક હજારને જમાડ્યા જેવું છે.
(૧૧) હરખાતી વૃદ્ધા તો એકનાથને ભોજન માટે આમંત્રણ આપીને આવી. એકનાથના પુત્ર હરિપંડિતને આ ગમ્યું નહિ. છતાંયે પિતા સાથે ગયો. ભોજન પછી..
– હરિ, દાદીમાને કામથી બચાવવા તું આ પાંદડાં દૂર કરી દે.
(૧૨) એણે એક પાંદડું ખસેડ્યું તો બીજું એની નીચે હતું.
– અરે! આ એક નીચે બીજું પાંદડું!
(૧૩) હરિ પાંદડું ખસેડતો ગયો, નીચે પાંદડું નીકળતું ગયું. આમ હજાર પાંદડાં ખસેડ્યાં.
– ગુરુજી, તમે માનવ નથી. તમે તો મુક્તિદાતા ભગવાન છો.
(૧૪) એકનાથ ભક્ત જ ન હતા, પણ એક પ્રખર લેખક અને સમાજસેવક હતા. બનારસમાં એમણે લખેલ ગ્રંથોની શોભાયાત્રા દ્વારા પુસ્તક સન્માન થયું હતું.
– ભાવાર્થ રામાયણ
– રુક્અઇમણી વિવાહ
– એકનાથની પવિત્રસેવા
– જય હો!
(૧૫) મહારાષ્ટ્રમાં એકનાથે ચોરનેય સુધાર્યા. આજે પણ ઘણે સ્થળે એમનાં ભજનો ગવાય છે.
Your Content Goes Here




