आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम्
प्रत्यायान्ति गताः पुनर्नदिवसा: कालो जगद्भक्षक: ।
लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम्
तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना ॥

જોતજોતામાં આયુષ્ય નિત્ય નષ્ટ થઇ રહ્યું છે, યૌવન પ્રતિદિવસ ક્ષીણ થઇ રહ્યું છે, વીતી ગયેલા દિવસો પાછા નથી આવતા; કાલ સંપૂર્ણ જગતનું ભક્ષણ કરી રહ્યો છે. લક્ષ્મી જલની તરંગમાળાની જેમ ચપળ છે, જીવન વીજળીની જેમ ચંચળ છે, માટે હે શરણાગતની રક્ષા કરનાર, હે શરણાગતવત્સલ ભગવાન શંકર, હવે રક્ષા કરો! રક્ષા કરો!

(આદિ શંકરાચાર્ય દ્વારા રચિત ‘શ્રી શિવાપરાધક્ષમાપન સ્તોત્ર’માંથી)

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.