ગુરુ મહિમા

शरीरं सुरुपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम्‌।
गुरोरङ्‌धिपद्मे मनश्चेन्न लग्नं तत: किं तत: किं तत: किं तत: किम्‌ ।।१।।

સુંદર રૂપાળું અને રોગમુક્ત શરીર,અનેક પ્રકારની સુંદર કીર્તિ કે મેરુપર્વત સમાન ધન હોય,
પણ જો ગુરુદેવનાં ચરણકમળમાં મન લાગ્યું ન હોય તેથી શું? તેથી શું? તેથી શું? તેથી શું?

कलत्रं धनं पुत्रपौत्रादिसर्वं गृहं बान्धवा: सर्वमेतद्धि जातम्‌।
गुरोरङ्‌ध्रिपद्मे मनश्चेन लग्नं तत: किं तत: किं तत: किं तत: किम्‌ ।।२।।

પત્ની, સમગ્ર સંપત્તિ, પુત્ર-પૌત્ર, ઘર, સંબંધીઓ અને આ જગતમાં પેદા થયેલું બધું જ હોય, પરંતુ જો ગુરુદેવનાં ચરણકમળમાં મન લાગ્યું ન હોય તેથી શું? તેથી શું? તેથી શું? તેથી શું?

(આદિગુરુ શંકરાચાર્ય રચિત ‘શ્રીગુર્વષ્ટકમ્) ’માંથી સાભાર)

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.