त्वं वैष्णवी शक्तिरनन्तवीर्या विश्वस्य बीजं परमासि माया ।
सम्मोहितं देवी समस्तमेतत् त्वं वै प्रसन्ना भुवि मुक्तिर्हेतुः ॥

તમે અનંત બળવીર્યવાળાં વૈષ્ણવી શક્તિ છો. તમે વિશ્વના બીજરૂપ પરમ માયા છો. હે દેવિ! તમે આ સમસ્ત જગતને મોહિત કર્યું છે અને તમે જ પ્રસન્ન થઈને આ પૃથ્વી ઉપર મોક્ષ અપાવો છો.

विद्याः समस्तास्तव देवि भेदाः स्त्रियः समस्ताः सकला जगत्सु ।
त्वयैकया पूरितमम्बयैतत् का ते स्तुतिः स्तव्यपरा परोक्तिः ॥

હે દેવિ! સર્વ સમસ્ત વિદ્યાઓ તમારાં જ સ્વરૂપો છે. જગતની સર્વ સમસ્ત સ્ત્રીઓ તમારી જ મૂર્તિઓ છે. એક તમે અંબાએ જ આ સઘળું વ્યાપ્ત કર્યું છે. તમારી શી સ્તુતિ કરવી? તમે તો સ્તવનયોગ્યથીયે પર છો – તમે પરાવાણી છો.

(શ્રી દુર્ગા સપ્તશતી : ૧૧/૫/૬)

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.