अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेयस्ते उभे नानार्थे पुरुष सिनीतः ।
तयोः श्रेय आददानस्य साधुर्भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥
શ્રેય (વિદ્યા) જુદું છે ને પ્રેય (અવિદ્યા) પણ અલગ જ છે. ભિન્ન-ભિન્ન ફળ આપનારાં હોવા છતાં આ બન્ને સાધનો મનુષ્યને બાંધે છે – તેને પોતાના તરફ આકર્ષે છે. એ બન્નેમાંથી શ્રેયને ગ્રહણ કરનારનું કલ્યાણ થાય છે, પરંતુ જે પ્રેયને અપનાવે છે તે વાસ્તવિક સુખથી પતિત થઈ જાય છે.
श्रेयश्च प्रेयश्च मनुष्यमेतस्तौ सम्परीत्य विविनक्ति धीरः ।
श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥
શ્રેય અને પ્રેય (બન્ને લગભગ એકબીજા સાથે મળીને) માણસની પાસે આવે છે. બુદ્ધિમાન માણસ સારી પેઠે વિચાર કરીને તે બન્નેને એકબીજાથી જુદાં કરે છે. વિવેકી પુરુષ પ્રેયથી શ્રેયને શ્રેષ્ઠ માનીને તેને જ અપનાવે છે, પરંતુ મૂર્ખ-અજ્ઞાની માણસ યોગક્ષેમના નિમિત્તથી પ્રેયને અપનાવે છે.
(કઠોપનિષદ : ૧/૨/૧-૨)
Your Content Goes Here




