केल्यैव जीव जगतामयुतायुतानां, सृष्टिस्थितिप्रलयरूपमुदारकृत्यम्।
कृत्वा समस्तमपि न त्वमहङ्करोषि माद्याम्यहो भृशमहं तु किमप्यकुर्वन्॥१००॥

સૃષ્ટિ સ્થિતિ પ્રલયની જડચેતનોની, લીલા તમે જગમહીં કરતા છતાંયે;
ના ક્યાંય છે તમ મહીં અભિમાન લેશ, હું તો ન કાંઈ કરતો, અભિમાન તોયે.

कामादिदुर्गुण-चिरन्तन-सेवनेन, दुर्वासितं मलिन-गन्धमयं मनो मे।
त्वत्पादपङ्कज-निरन्तर – चिन्तनेन, संशोध्य ते करुणया सुरभीकरिष्ये॥११३॥

કામાદિદુર્ગુણતણાં ચિરસેવનોથી, અસ્વચ્છ ને મલિન ગંધ ભરેલ હૈયું;
સચ્ચિન્તને તવ પદાંબુજના અથાક, હું સ્વચ્છ સૌરભ ભરેલ કરું : કૃપા હો !

त्वत्पादं प्रति मां विवेकधिषणा दुर्वासना कामिनी-हेमादीन् प्रति चोपकर्षति चिरारब्धेन तेनामुना।
हस्ताहस्ति-रणेन खण्डितबलं श्रान्तं निरालंबनं. कारुण्यांबुनिधे महाबलवता हस्तेन मामुद्धर॥११८॥

ખેંચે એક દિશે વિવેક મુજને, શ્રીપાદના સેવને, ને ખેંચે મુજ વાસના જગમહીં આ કામિની કાંચને,
હાથોહાથ લડાઈથી અબળ ને, થાક્યા નિરાધારને, કારુણ્યામ્બુનિધે ! મહાબળથકી હાથે ઉગારો મને.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’)

Total Views: 147
By Published On: December 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.