गतं तदैवमे भयं त्वदम्बु वीक्षितं यदा मृकण्डुसूनुशौनकासुरारिसेवि सर्वदा ।
पुनर्भवाब्धिजन्मजं भवाब्धिदुःखवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥

સંસારસમુદ્રના દુઃખને રોકનાર (દર્શનરૂપ) કવચને દેનારાં હૈ દેવિ નર્મદે | માર્કેીય, શૌનક વગેરે મુનિઓ તથા દેવોએ સેવેલું આપનું જળ જ્યારે મેં જોયું કે તે જ સમયે મારો પુનર્જન્મરૂપ સમુદ્રથી થના૨ો ભય સદાકાળ માટે જતો રહ્યો છે. આપનાં ચરણકમળને હું નમું છું.

अलक्षलक्षकिन्नरामरासुरादिपूजितं सुलक्षनीरतीरधीरपक्षिलक्षकूजितम् ।
वसिष्ठशिष्टपिप्पलादकर्दमादिशर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥

વસિષ્ઠ, સત્પુરુષ પિપ્પલાદ વગેરે તથા કર્દમ આદિને સુખ દેનારાં હૈ દેવિ નર્મદે! પ્રત્યક્ષ નહિ દેખાતા લાખો કિન્નરો, દેવો તથા દૈત્યો વગેરેએ પૂજેલા અને સારી રીતે જોઈ શકાતા પાણીના કિનારા પર લાખો ધીર પક્ષીઓ વડે શબ્દ કરાતા આપનાં ચરણકમળને હું નમું છું.

Total Views: 103
By Published On: March 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.