क्षिप्रं विजानाति चिरं शृणोति विज्ञाय चार्थ भते न कामात्।
नासम्पृष्टो व्युपयुङ्क्ते परार्थे तत् प्रज्ञानं प्रथमं पण्डितस्य ॥
પંડિતનું પ્રથમ લક્ષણ એ છેકે તે ઝડપથી સમજી જાય છે. બીજાની વાતને ધૈર્યપૂર્વક લાંબા સમય સુધી સાંભળે છે. તે સમજણપૂર્વક કામને દૂર રાખી અર્થને સ્વીકારે છે તે પારકાના કાર્યમાં કહ્યા વગર ચંચુપાત કરતો નથી.
निश्चित्वा यः प्रक्रमते नान्तर्वसति कर्मणः ।
अवन्ध्यकालो वश्यात्मा स वै पण्डित उच्यते ॥
જે નિશ્ચયપૂર્વક કાર્યનો આરંભ કરે છે, જે કાર્યની વચ્ચે અટકી પડતો નથી (અર્થાત્ કાર્યને પૂર્ણ કર્યા વિના છોડતો નથી), જે સમય વ્યર્થ જવા દેતો નથી અને જે મનને વશ રાખે છે, તે જ પંડિત કહેવાય છે..
(વિદુરનીતિ – શ્લોક – ૨૩, ૨૫)
Your Content Goes Here




