अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् ।
तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्या वेशयन्तीम् ॥
હું જ સમગ્ર વિશ્વની સામ્ર્રાજ્ઞી છું. મારા જ ઉપાસકો ઐશ્ચર્ય પ્રાપ્ત કરે છે. હું જ બ્રહ્મા છું ને બ્રહ્મજ્ઞાનથી સંપન્ન છું; સર્વયજ્ઞોમાં પ્રથમ પૂજા સ્વીકારવાનો અધિકાર મને મળેલો છે. મારું સ્વરૂપ વિભિન્ન રૂપોમાં વિદ્યમાન છે તથા મારું આશ્રયસ્થાન વિસ્તૃત છે. બધા જ દેવ વિભિન્ન પ્રકારે મારું જ પ્રતિપાદન કરે છે.
मया सोऽन्नमत्ति यो विपश्यति यः प्राणिति यई श्रृणोत्युक्तम् ।
अमन्तवोमान्त उपक्षियन्ति श्रुधिश्रुत श्रद्धिवं ते वदामि ॥
अहं रुद्राय धनुरातनोमि ब्रह्मद्विषे शरवेहन्त वा उ ।
अहं जनाय समदं कृणोम्यहं द्यावापृथिवी आविवेश ॥
‘મારાથી જ લોકો જીવે છે, અન્ન ખાય છે ને શબ્દો સાંભળે છે. મારી જે ઉપેક્ષા કરે છે, તેનો નાશ થાય છે. તું શ્રદ્ધાવાન છે એટલે હું તને આ વાત કરી રહી છું. બ્રહ્મશક્તિની ઈર્ષ્યા કરનારા અસુરોના વધ માટે સજ્જ ધનુર્ધારી રુદ્રની ભુજાઓમાં હું જ શક્તિરૂપે રહેલી હતી. હું જ લોકોના રક્ષણ માટે યુદ્ધકાર્યમાં જોડાઉં છું. હું જ આકાશ અને પૃથ્વીની અંદર પ્રવેશીને રહું છું.’
(ઋગ્વેદ – ૧૦/૧૨૫, દેવીસૂક્ત)
Your Content Goes Here




