मतिहीनजनाश्रयपादमिदं सकलागमभाषितभिन्नपदम् ।
परिपूरितविश्वमनेकभवं तव नौमि सरस्वति पादयुगम् ॥

परिपूर्णमनोरथधामनिधिं परमार्थविचारविवेकविधिम् ।
सुरयोषितसेवितपादतलं तव नौमि सरस्वति पादयुगम् ॥

મતિહીન અને જડ લોકોના આશ્રયસ્થાન, બધા વેદોમાં વિવિધ રૂપે વર્ણવાયેલ, વિવિધ પ્રકારે સમગ્ર વિશ્વને પરિપૂર્ણ કરનાર, એવાં હે મા સરસ્વતી! તમારાં ચરણયુગલમાં હું નમસ્કાર કરું છું.

બધા મનોરથ પૂર્ણ થયા હોય એવી ગંભીર સમુદ્ર શી સ્થિતિવાળાં, પરમાર્થ વિષયક વિચાર-વિવેકયુક્ત વિધાનવાળાં, દેવપત્નીઓએ જેમનાં ચરણની સેવા કરી છે એવાં હે મા સરસ્વતી, હું તમારાં ચરણયુગલમાં નમસ્કાર કરું છું.

(‘સરસ્વતી સ્તોત્રમ્‌-૨’ શ્લોક, ૫-૬)

Total Views: 120
By Published On: February 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.