श्रीराम गोविन्द मुकुन्द कृष्ण ।
श्रीनाथ विष्णो भगवन्नमस्ते ॥
प्रौढारिषड्वर्गमहाभयेभ्यो ।
मां त्राहि नारायण विश्वमूर्ते ॥

श्रीरामाच्युत यज्ञेश श्रीधरानन्द राघव ।
श्रीगोविन्द हरे विष्णो नमस्ते जानकीपते ॥
ब्रह्मानन्दैकविज्ञानं त्वन्नामस्मरणं नृणाम् ।
त्वत्पदाम्बुजसद्भक्तिं देहि मे रघुवल्लभ ॥

હે શ્રીરામ, ગોવિંદ, મુકુંદ, કૃષ્ણ, શ્રીનાથ, વિષ્ણુ, ભગવાન! આપને નમસ્કાર હજો! હે વિશ્વમૂર્તિ, વિશ્વરૂપ નારાયણ! કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર રૂપી પ્રબળ શત્રુઓના ભીષણ ભયથી આપ મારું રક્ષણ કરો.

હે શ્રીરામ, અચ્યુત, યજ્ઞેશ, શ્રીધર, આનંદરૂપ રાઘવ, હે શ્રીગોવિંદ, હરે, વિષ્ણુ, હે જાનકીપતિ! આપને નમસ્કાર હજો! આપનું નામસ્મરણ મનુષ્ય માટે બ્રહ્માનંદના એકમાત્ર વિજ્ઞાનનો મૂલાધાર છે; હે રઘુવલ્લભ! આપ મને આપનાં શ્રીચરણકમળની સાચી ભક્તિ આપજો.

(‘શ્રીરામની માનસપૂજા’ની પ્રાર્થનામાંથી)

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.