स्वधर्मश्रेष्ठतां सगर्वं शंसतां जनानां धृष्टता त्वयैवाभाज्यहो ।
स्वधर्मो वैदिको ह्यनर्घो दर्शित: विवेकानन्द ते प्रभाते प्राञ्जलिः ॥७॥

માત્ર પોતાના જ ધર્મની શ્રેષ્ઠતાનું ગર્વપૂર્વક પ્રતિપાદન કરનારા લોકોના દંભને આપે તોડ્યો છે; આપણો પ્રાચીન વૈદિક ધર્મ ખરેખર અનુપમ છે, એ તમે દર્શાવ્યું છે; એવા હે વિવેકાનંદ આપને આજની સવારે અમારા હાથ જોડીને પ્રણામ!

स्फुल्लिङ्गान् स्फोटयन् सुदीप्ताग्निर्यथा तथैव त्वं यते विकीर्यामानुषीम् ।
परिज्ञानप्रभामचारीर्भारते विवेकानंद ते प्रभाते प्राञ्जलिः ॥८॥

ધખધખ સળગતો અગ્નિ સ્ફૂલિંગને ફોડે છે તે રીતે આપણા લોકોમાં પોતાની ક્ષમતા કરતાં પણ વધારે જ્ઞાનની પ્રભા સર્વત્ર ફેલાવીને તમે સંપૂર્ણ ભારતમાં પરિવ્રાજક રૂપે ફરતા રહ્યા; એવા હે વિવેકાનંદ આપને આજની સવારે અમારા હાથ જોડીને પ્રણામ!

(हर्षानंदपुरी कृत ‘विवेकानंद प्रभातप्राञ्जलि’’માંથી)

Total Views: 154
By Published On: January 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.