योगानन्दकरी रिपुक्षयकरी धर्मेकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी ।
सर्वेश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी ॥
યોગનો આનંદ ઉત્પન્ન કરનારાં, દુશ્મનનો નાશ કરનારાં, માત્ર ધર્મમાં જ દૃઢ નિષ્ઠા પેદા કરનારાં, ચંદ્ર, સૂર્ય, અગ્નિમાં પ્રકાશિત થનાર તેજની લહરીવાળાં, ત્રણે લોકનું રક્ષણ કરનારાં, સર્વ પ્રકારના ઐશ્વર્યનું સર્જન કરનારાં, તપનું ફળ આપનારાં, કાશીનગરની અધિષ્ઠાત્રી દેવી, કૃપાનું અવલંબન કરનારાં માતા- અન્નપૂર્ણા તમે મને ભિક્ષા આપો!
अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥
હે અન્નપૂર્ણા, હે સદા પરિપૂર્ણ, હે શંકર ભગવાનનાં પ્રાણપ્યારાં, હે માતા પાર્વતી! જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે ભિક્ષા આપો!
माता च पार्वतीदेवी पिता देवो महेश्वरः ।
बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥
પાર્વતીદેવી મારાં માતા છે, મહેશ્વરદેવ શંકર પિતા છે, અને શંકરના ભક્તો સ્વજનો છે, તથા ત્રણે લોક (મારો) દેશ છે.
(अन्नपूर्णा स्तोत्र – श्लोक : ३,११,१२)
Your Content Goes Here




