भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं
स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनम् ।
सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं
अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् ॥ (कृष्णाष्टकम् – १)
વ્રજભૂમિની એકમાત્ર શોભારૂપ, સઘળાં પાપોનો નાશ કરનાર, પોતાના ભક્તોનાં ચિત્તને પ્રસન્ન કરનાર, નંદનંદનને હું ભજું છું. સુંદર મોરપિંછના મુગટવાળા, હાથમાં મધુર નાદયુક્ત વાંસળીવાળા, કામકલાના સાગર શ્રીકૃષ્ણચંદ્ર ભગવાનને હું વંદન કરું છું.
मनोजगर्वमोचनं विशाललोललोचनं
विधूतगोपशोचनं नमामि पद्मलोचनम् ।
करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं
महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् ॥ (कृष्णाष्टकम् -२)
કામદેવનો ગર્વ છોડાવનાર, વિશાળ ચંચળ નેત્રવાળા ગોવાળોના શોકને દૂર કરનાર, કમળનેત્ર શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું. કરકમલથી ગોવર્ધન પર્વતને ધારણ કરનાર, સ્મિતપૂર્વકના કટાક્ષોથી સુંદર, ઇન્દ્રનાં અભિમાનને ચીરી નાખનાર શ્રીકૃષ્ણરૂપી ગજરાજને હું વંદન કરું છું.
Your Content Goes Here




