कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्तम्‌ अद्यैव मे विशतु मानसराजहंस:।
प्राणप्रयाणसमये कफवातपित्तै: कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते॥

હે કૃષ્ણ, તારાં ચરણકમળ રૂપી પિંજરમાં મારો મનરૂપી રાજહંસ આજે જ પ્રવેશ કરે. કારણ એ છે કે પ્રાણ નીકળવાની વખતે કફ, વાત, પિત્ત ઇત્યાદિ દોષ રોગને લીધે કંઠ રુંધાઈ જવાથી તમારું સ્મરણ કેમ કરી શકું?

चिन्तयामि हरिमेव सन्ततं मन्दमन्दहसिताननाम्बुजम्‌।
नन्दगोपतनयं परात्परं नारदादिमुनिवृन्दवन्दितम्‌॥

જેનું મુખકમળ મંદહાસ્યથી સુશોભિત છે, નારદાદિ મુનિઓએ જેમને વંદન કર્યાં છે એવા પરાત્પર પરમતત્ત્વ નંદકુમાર એવા હરિનું હું સતત ચિંતન કરું છું.

(‘શ્રીમુકુંદમાલા સ્તોત્રમ્‌’, શ્લોક ૭-૮)

Total Views: 137
By Published On: August 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.